Categories: Gujarat

રંગમંચનાં મહર્ષિ માર્કન્ડેય ભટ્ટની અંતિમયાત્રામાં કલાકારો જોડાયા

વડોદરા : ગુજરાતી રંગમંચના મહર્ષિ પ્રો. માર્કન્ડ ભટ્ટનો નશ્વર દેહ આજે પંચમહાભૂતમાં વિલિન થયો હતો. સવારે ૯ કલાકે તેમના નિવાસસ્થાનેથી નીકળેલી સદગતની અંતિમયાત્રામાં વડોદરા સહિત ગુજરાતના નામી-અનામી કલાકસબીઓ જોડાયા હતા. કલાકારોએ રંગમંચનો એક તારલો ખરી પડ્યો હોવાનું કહી પ્રો. માર્કન્ડ ભટ્ટને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. રંગમંચના અનેક કલાકારોને તૈયાર કરનાર પ્રો. માર્કન્ડ ભટ્ટનું શુક્રવારે વહેલી સવારે તેમના પિતાંબર પાર્ક, જુના પાદરા રોડ ખાતે ટૂંકી બિમારી બાદ નિધન થયું હુતં.

પ્રો. ભટ્ટના નિધનના સમાચાર વાયુવેગે કલા પ્રેમીઓમાં પ્રસરી જતા ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ હતી. આજે સવારે તેમની અંતિમયાત્રામાં વડોદરા સહિત ગુજરાતના કલા પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. પ્રો. ભટ્ટનો નશ્વર દેહ તેમના નિસાવસ્થાનની બહાર કલા પ્રેમિઓ માટે દર્શનાર્થે મૂકવામાં આવ્યો હતો. ગુજરાતી રંગભૂમિના પ્રખ્યાત કલાકાર રાજુભાઇ બારોટે જણાવ્યું કે, પ્રો. માર્કન્ડ ભટ્ટ સાથે મારા પારિવારિક સંબંધો રહ્યા છે.

ગુજરાતી રંગમંચને દેશમાં જાણીતું કરવામાં તેમનો ફાળો મોટો રહ્યો છે. તેઓ હંમેશા કલાકારોને પ્રોત્સાહન આપતા રહ્યા છે. તેઓ આખા બોલા હતા. તેમના અનેક શિષ્યોએ અલગ અલગ ક્ષેત્રોમાં નામના મેળવી છે. શેતલને કાંઠે, ધરા ગુર્જરી જેવા નાટકોમાં પ્રો. માર્કન્ડ ભટ્ટ સાથે કામ કરનાર અને વડોદરા મ્યુઝિક કોલેજમાં અભ્યાસ કરનાર ઇલાક્ષીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, મારે માર્કન્ડભાઇ સાથે ૬૨ વર્ષથી સંબંધો હતા. અમારું આખું ગૃપ નામાંકિત બની ગયું છે.

તેઓ હંમેશા સારા સલાહકાર જેવા રહ્યા છે. તેઓ પ્રોત્સાહન પણ આપતા અને ભૂલ થાય તો ઠપકો આપવામાં રૂપણ કચાસ રાખતા ન હતા. તેમની યાદ હંમેશ આવશે. પરફોર્મિંગ્સ આર્ટસ, વડોદરાના વાઇસ ડીન અને નાટ્ય વિભાગના વડા પ્રભાકર દાભાડેએ જણાવ્યું કે, પ્રો. માર્કન્ડ ભટ્ટ ઉત્તમ નટ, ઉત્તમ દિગ્દર્શક અને સફળ વહીવટકર્તા હતા. નાટ્ય વિભાગને ફેકલ્ટીનો દરજ્જો અપાવ્યો હોત તો તે માર્કન્ડ ભટ્ટ છે. તેમના અનેક શિષ્યો આજે અલગ-અલગ ક્ષેત્રોમાં સિધ્ધિ પ્રાપ્ત કરી રહ્યા છે. તેમની ખોટ કલા જગતને હંમેશા વર્તાશે.

પરફોર્મિંગ્સ આર્ટસ, વડોદરાના અને સેનેટ મેમ્બર રાકેશ મોદીએ પ્રો. માર્કન્ડ ભટ્ટને શ્રધ્ધાંજલિ અર્પણ કરતાં જણાવ્યું કે, તમણે સીસી મહેતા સાથે ફિલ્મોમાં કિસ્મત અજમાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમને નાટકો પ્રત્યે વધુ લાગણી હોવાથી તેઓ છેક સુધી થિયેટર સાથે જોડાયેલા રહ્યા હતા. એક પાત્ર અભિનય કરતાં નાટકો કરતાં પૂર્ણ નાટકમાં કામ કરે તો જ કલાકાર પૂર્ણતા પામે તેમ તેઓ હંમેશા કહેતા હતા.

સેટર થિયેટરની શરૃઆત પણ પ્રો. માર્કન્ડ ભટ્ટે કરાવી હતી. જે આજે વડોદરામાં પંચપર્વના નામે અમે ચલાવી રહ્યા છીએ. તેમના ચીંધેલા માર્ગે આજે પણ અમે નાટ્ય વિભાગમાં કામ કરી રહ્યા છીએ. નાટ્ય વિભાગ, ગુજરાત કોલેજ, અમદાવાદના પ્રો. વૃંદાવન વૈદ્યએ જણાવ્યું કે, હું તેમનો વિદ્યાર્થી રહી ચૂક્યો છું. સવેતન રંગભૂમિ ધંધાદારી માર્ગે પૂર જોશમાં હતી. તેવા કપરા સંજોગોમાં સવેતન રંગભૂમિને સાતત્યપૂર્ણ રીતે ટકાવી રાખવામાં માર્કન્ડ ભટ્ટનો મુખ્ય હાથ હતો.

તથા ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે નાટ્ય શિક્ષણના પાયા મજબૂત કરવામાં તેમણે કોઇ જ કચાસ રાખી નથી. આજે પણ તેમના ચીંધેલા માર્ગે હું કામ કરી રહ્યો છું. પ્રો. માર્કન્ડ ભટ્ટના વિદ્યાર્થી રહી ચૂકેલા કબીર ઠાકોરે જણાવ્યું કે, હંમેશા પ્રો. ભટ્ટ કહેતા હતા કે, કંઇ પણ પ્રાપ્ત કરવું હોય તો શોર્ટ કટ નથી. તપશ્ચર્યા કરવી પડે છે. તેમના કારણે જ મેં નેશનલ ડ્રામા કર્યું છે.

Navin Sharma

Recent Posts

કેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં: પરિણી‌તિ

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ 'ઇશકજાદે'થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી…

1 week ago

રમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો

અમદાવાદઃ મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાંની સાથે જ ફ્રૂટમાં ૨૫ ટકા અને ખજૂરના ભાવોમાં ૨૦ ટકાનો ભાવ વધારો…

1 week ago

મોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઈ લઈશ’

ઈન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલનાં સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને…

1 week ago

અમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપ સૂત્રોનાં જણાવ્યાં મુજબ શાહનું હેલિકોપ્ટર…

1 week ago

પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત

અમદાવાદઃ પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત…

1 week ago

અમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં

અમદાવાદઃ રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસે…

2 weeks ago