KKK9: રિધ્ધિમાને મિસગાઇડ કરવા પર ભારતીસિંહ થઇ ટ્રોલ, લોકોએ કહ્યું – ચીટર

સ્ટંટ માટેનો શો ખતરો કે ખિલાડી-9 આ દિવસોમાં ચર્ચામાં જોવા મળ્યો. ગ્રાન્ડ ફિનાલેમાં અક્ષયકુમારે ભાગ લીધો. શોને લોકોએ ખૂબ પસંદ કર્યો. ચાર્ટબીટ પર પણ શો – ટોપ પર બન્યો. આ વચ્ચે શોની સ્પર્ધક ભારતી સિંહને રિદ્ધિમા પંડિતને મિસ ગાઇડ કરવા બદલ ટ્રોલ કરવામાં આવી.

ખરેખર શો માં એક પાર્ટનર સ્ટંટ થયો. સ્ટંટમાં ભારતી અને રિદ્ધિમા પાર્ટનર હતા. સ્ટંટમાં એક પાર્ટનરે બીજા બ્લાઇન્ડફોલ્ડ પાર્ટનરને ગાઇડ કરવાના હતા. આ દરમિયાન બ્લાઇન્ડફોલ્ડ પાર્ટનરને ચીઝના ટુકડા ઉઠાવ્યાં હતા. ટાસ્કમાં ભારતી રિધ્ધિમાને સરખી રીતે ગાઇડ કરી શકી નહોતી જેના કારણે તે ટ્રોલના નિશાન પર આવી ગઇ. ટ્રોલર્સનું કહેવું છે કે ભારતી ચીટર છે. તેણે ખેલદીલીથી રમત રમી નહીં.

જો કે જ્યારે રિધ્ધિમાને પૂછવામાં આવ્યું શું ટાસ્ક દરમિયાન ભારતીએ તેને મિસગાઇડ કરી તો રિધ્ધિમાએ જણાવ્યું કે એવું કાંઇ નહોતું. ભારતી માત્ર તેની રમત રમી હતી.

રિધ્ધિમાએ કહ્યું કે હે ભગવાન! ભારતી મારા જીવનની ખાસ માણસ છે. ભારતીએ મને ખતરો કે ખિલાડી-9માં મને ઘણું સમર્થન કર્યું છે. હું કોઇપણને તેને ટ્રોલમાં કરવા સમર્થન નથી.

You might also like