જુઓ કૉમેડિયન ભારતી અને હર્ષનો રોમેન્ટિક પ્રી વેડિંગ ફોટોશુટ

કૉમેડિયન સ્ટાર ભારતી સિંહ હવે લગ્ન કરવા જઈ રહી છે. થોડા દિવસો પહેલા જ ભારતીએ હર્ષ લિંબાચીયા સાથે સગાઈ કરી હતી. ભારતી હર્ષની સાથે છેલ્લા 8 વર્ષથી ડેટ કરી રહી છે. ભારતી અને હર્ષનો પ્રી વેડિંગ ફોટોશુટ શરૂ થઈ ગયો છે.

ભારતી અને હર્ષે ડાન્સ રિયાલિટી શૉ ‘નચ બલિયે 8’ માં ભાગ લીધો હતો. જો કે આ જોડી જીતી શકી નહોતી. ભારતી અને હર્ષે એકસાથે કૉમેડી શૉમાં પણ કામ કર્યું છે. આ વર્ષના અંત સુધીમાં ભારતી અને હર્ષ લગ્ન કરી લેશે. ભારતીએ જણાવ્યું હતું કે, ‘અમે લોકોએ લગ્ન માટે 30 નવેમ્બર, 3-6 ડિસેમ્બર તારીખ પસંદ કરી છે, પરંતુ હજુ એક તારીખ નક્કી કરવાની બાકી છે.’ ભારતીના લગ્ન પંજાબ, મુંબઈ અને ગોવા એમ ત્રણમાંથી કોઈ ડેસ્ટિનેશન પર થઈ શકે છે.
Bharati-wedding-1

Bharati-wedding-2

Bharati-wedding-3

You might also like