VIDEO: ધીરૂ ગજેરાએ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ પર કર્યા ગંભીર આક્ષેપ

સુરતઃ ધીરૂ ગજેરાએ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ પર ગંભીર આક્ષેપ કર્યા છે. ધીરૂ ગજેરાએ ટીકીટ ફાળવણીમાં ગોટાળા કર્યા હોવાનાં આક્ષેપ લગાવ્યાં છે. ભરતસિંહનાં અંગત કાર્યકર્તાઓએ કોંગ્રેસ વિરૂદ્ધ કામ કર્યાનાં આરોપ કર્યા છે.

ઉધોગપતિ અને પૂર્વ ધારાસભ્ય ધીરૂભાઈ ગજેરા 2017ની સુરત બેઠક પરથી કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યાં હતાં અને હારી ગયાં હતાં. ત્યારે અમરેલી ખાતે ધીરૂભાઈ ગજેરાએ કોંગ્રેસની હાર માટેનાં જવાબદાર પ્રદેશ કોંગ્રેસનાં પ્રમુખ ભરતસિંહ સોલકીને ઠેરવ્યાં હતાં.

આ સાથે કોંગ્રેસનાં પોતાનાં જ માણસો નિષ્ક્રિય રહ્યાં હતાં અને સબૂત નથી. પણ ભરતસિંહ સોલકીએ પૈસા પણ ઉઘરાવ્યાં હોવાનો આક્ષેપ કર્યો હતો. શંકરસિંહ વાઘેલા અને ભરતસિંહ સોલંકી ભાજપ સાથે સિન્ડિકેટ કરતાં હોવાનું ધીરૂભાઈ ગજેરાએ જણાવ્યું છે.

ધીરૂ ગજેરાએ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ પર કર્યા ગંભીર આક્ષેપ
ટિકિટ ફાળવણીમાં ગોટાળા કર્યા હોવાનાં ધીરૂ ગજેરાનાં આક્ષેપ
ભરતસિંહનાં અંગત કાર્યકર્તાઓએ કોંગ્રેસ વિરૂદ્ધ કામ કર્યાનાં આરોપ
ધીરૂ ગજેરા સુરતની વરાછા બેઠક પર કોંગ્રસનાં ઉમેદવાર હતાં

You might also like