‘ભારતરત્ન’ ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાંની ચાંદીની પાંચ શરણાઈ ચોરાઈ

નવી દિલ્હી: ભારતરત્ન ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાંની પાંચ ચાંદીની શરણાઈ તેમના પુત્ર કાઝિમ હુસેનના ચાહમામા દાલમંડી સ્થિત નિવાસેથી ચોરાઈ ગઈ છે, તેમાં ઉસ્તાદની અે શરણાઈ પણ સામેલ છે, જેનાથી તેઅો મોહરમની પાંચમી અને સાતમી તારીખે અાંસુઅોનું નજરાણું રજૂ કરતા હતા. ચોર પુરસ્કારના રૂપમાં મળેલી ચાંદીની કેટલીક પાટો અને લાખો રૂપિયાના દાગીના પણ ઉઠાવી ગયા. અા ઘટનાનો રિપોર્ટ નોંધાવવા ચોક પોલીસ સ્ટેશન પહોંચેલા કાઝિમ ખૂબ જ રડી રહ્યા હતા. અા ઘટનાથી પ્રશાસનમાં પણ ભૂકંપની પરિસ્થિતિ સર્જાઈ છે. મૂળ રૂપથી હડહા સરાયના રહેવાસી કાઝિમ હુસેને જણાવ્યું કે તેમની પાસે ‘ઉસ્તાદ’ની ધરોહરના રૂપમાં પાંચ શરણાઈ અને અન્ય સામાન હતો. તાજેતરમાં તેમણે દાલમંડી સ્થિત ચાહમામા મહોલ્લામાં નવું મકાન લીધું છે. અા મકાનમાં ઉસ્તાદની ધરોહર એક કબાટમાં રાખેલી છે.

કાઝિમે જણાવ્યું કે અાખો પરિવાર ૩૦ નવેમ્બરે હડહા સરાયના જૂના મકાનમાં ગયો હતો.શનિવારે રાત્રે લગભગ નવ વાગ્યે પરત ફર્યો તો ઘરની દરવાજો તૂટેલો મળ્યો. અંદર ઘરમાં બધો સામાન િવખરાયેલો પડ્યો હતો. કાઝિમે જણાવ્યું કે ચોરોઅે કબાટમાં રાખેલી ચાંદીની શરણાઈ, ઘરની મહિલાઅોના દાગીના સહિત લાખો રૂપિયાનો સામાન ઉઠાવી લીધો. તેમણે અા ઘટનાની સૂચના સપા એમએલસી શતરુદ્ર પ્રકાશને અાપી. શતરુદ્રઅે નીતિન તિવારીને કેસ દાખલ કરાવવા કહ્યું. અેએસપીઅે તાત્કાલિક ચોક ઇન્સ્પેક્ટરને કાર્યવાહીના અાદેશ અાપ્યા. ઉલ્લેખનીય છે કે પૂર્વ વડા પ્રધાન સ્વ. પી. વી. નરસિંહ રાવ, પૂર્વ કેન્દ્રીય પ્રધાન કપિલ સિબ્બલ, લાલુપ્રસાદ યાદવ અને ઉસ્તાદના િશષ્ય ભાર્ગવ વર્માઅે તેમને એક-એક શરણાઈ ભેટમાં અાપી હતી.

home

You might also like