ભારત કેસરી દંગલઃ રિતુ અને વિનસ ફાઇનલમાં

અંબાલાઃ એક કરોડ રૂપિયાનાં ઇનામવાળા ભારત કેસરી દંગલની આજે યોજાનારી ફાઇનલ પર બધાની નજર ટકેલી છે. ફાઇનલ બાદ દસ ભારત કેસરી જાહેર કરવામાં આવશે, જેમાં પાંચ મહિલા અને પાંચ પુરુષ પહેલાન હશે. પહેલા સ્થાન પર આવનારાઓના ડોપ ટેસ્ટ ૧૦-૧૦ લાખ રૂપિયા અપાશે.

ગઈ કાલે યોજાયેલા સેમિફાઇનલ મુકાબલામાં હરિયાણાની રિતુ ફોગાટ, વિનસ ફોગાટ, પિન્કી અને પૂજાઅે પોતાની હરીફ પહેલવાનોને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ૪૮ કિગ્રા. વર્ગમાં રિતુએ રેલવેની પૂજાને ૧૦-૦થી હરાવી. ૫૩ કિગ્રામાં રેલવેની વિનસે ઉત્તર પ્રદેશની શીતલને ૮-૦થી અને હરિયાણાની પિન્કીએ દિલ્હીની પૂજા ગેહલોતને ૧-૦થી માત આપી હતી. ૫૮ કિ.ગ્રા. વર્ગમાં હરિયાણા પૂજાએ પંજાબની સરણજિત કૌરને ૧૦-૦થી હરાવી, જ્યારે ૪૮ કિગ્રામાં જ મહારાષ્ટ્રની નંદિનીએ પંજાબની પ્રીતિને પરાજય આપ્યો હતો.

પુરુષ વર્ગના ૫૭ કિગ્રા વર્ગમાં હરિયાણાના અમિતે રેલવેના નીતિનને ૯-૭થી અને ઉત્તર પ્રદેશના સંદીપ તોમરે દિલ્હીના રવિને ૪-૧થી માત આપીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. રેલવેના બજરંગને ૬૫ કિગ્રા વર્ગમાં હરિયાણાના રજનીશે વોકઓવર આપ્યો. ૬૫ કિગ્રામાં ઉત્તર પ્રદેશના મનોજે દિલ્હીના હરફૂલને પરાજિત કર્યો હતો.
http://sambhaavnews.com/

You might also like