ભારતે 150 કરોડના ખર્ચે ટાઈફોઈડની રસી બનાવી, વર્લ્ડના બાળકોને થશે ઉપયોગી

ભારત બાયોટેક નામની કંપનીએ બનાવેલી ટાઈફોઈડ માટેની રસીને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝને પ્રિકવોલિફિકેશન માટે માન્યતા આપી છે એટલે આ રસી હવે વિ‍શ્વભરના બાળકોને ટાઈફોઈડ સામે રક્ષણ આપશે. આ કંપનીએ બાર વર્ષના રિસર્ચ બાદ ૧૫૦ કરોડ રૂપિયાના ખર્ચ પછી આ રસી તૈયાર કરી છે.

ટાઈપબોર TCV (ટાઈફોઈડ કોન્જુગેટ વેક્સિન) નામની આ રસી છ મહિનાના બાળકથી લઈને યુવાન સુધી દરેકને આપી શકાય છે અને વિશ્વમાં ઉપલબ્ધ આવી રસીમાં સૌથી અસરકારક સાબિત થઈ છે. હૈદરાબાદમાં કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કૃષ્મા એલ્લાએ આ જાણકારી આપી હતી. વિ‍શ્વમાં ૨૦૧૬માં બાર લાખ લોકોને ટાઈફોઈડ થયો હતો. જેમાંથી ૧.૩૦ લાખ લોકોનાં મૃત્યુ થયાં હતાં.

You might also like