પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાના વિરોધમાં કોંગ્રેસનું ભારત બંધનું એલાન, સોનિયા ગાંધી કરશે નેતૃત્વ

દેશમાં સતત વધી રહેલા પેટ્રોલ-ડિઝલના ભાવ સામે કોંગ્રેસ દ્વારા ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. કોંગ્રેસે પોતાની સાથે બધા વિપક્ષ દળોને જોડાવા અપીલ કરી છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી આ વિરોધનું નેતૃત્વ કરે તેવી શક્યતા છે.

કોંગ્રેસ દ્વારા કાર્યકર્તાઓને બંધ દરમિયાન કોઇપણ હિંસાથી દૂર રહેવા અપીલ કરી છે. ભારત બંધનું મુખ્ય આયોજન સવારે 10 કલાકથી બપોરે ત્રણ કલાક સુધી કરવામાં આવશે. કોંગ્રેસે ભારત બંધ માટે દરેક વિપક્ષી દળને જોડવા અપીલ કરી છે.

સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ, ઝારખંડ મુક્તિ મોરચો તેમજ નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટીએ કોંગ્રેસના ભારત બંધના એલાનને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. તો બીજી તરફ પશ્ચિમ બંગાળમાં પ્રમુખ દળ તૃણમુલ કોંગ્રેસે ભારત બંધને સમર્થન નથી આપ્યું પરંતુ તેઓ આ દરમિયાન મોંઘવારી વિરુધ્ધ પ્રદર્શન કરશે.

જ્યારે વામપંથી દળોએ કોંગ્રેસ બંધથી અલગ પોતાના ભારત બંધના કાર્યક્રમનું આયોજન કર્યું છે. જ્યારે કોંગ્રેસ દ્વારા 21 વિપક્ષી દળોએ કોંગ્રેસના ભારત બંધના એલાનને સમર્થન આપ્યું હોવાનો દાવો કર્યો છે.

પેટ્રોલ-ડીઝલના ભાવમાં થઈ રહેલા ભાવ વધારાના વિરોધમાં આજે કોંગ્રેસે ભારત બંધનું એલાન આપ્યું છે. કોંગ્રેસનો દાવો છે કે તેની સાથે અન્ય 21 વિપક્ષી પાર્ટીઓએ ટેકો આપ્યો છે. છેલ્લા 6 મહિનામાં આ ત્રીજીવખત ભારત બંધનું એલાન આવ્યું છે.

You might also like