Categories: Others

VIDEO: કોંગ્રેસ બાબા સાહેબનાં નામે રાજકારણ કરી રહ્યું છેઃ CM રૂપાણી

ગાંધીનગરઃ દલિતોએ આપેલા ભારતબંધનાં એલાનને લઇને CM વિજય રૂપાણીએ દલિતોને ગેરમાર્ગે ન દોરાવવા અપીલ કરી છે. તો સાથે બીજી બાજુ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે,”કોંગ્રેસ બાબા સાહેબ આંબેડકરને લઇને રાજનીતિ કરી રહ્યું છે.

તો સામે પક્ષે કોંગ્રેસનાં વિપક્ષનાં નેતા પરેશ ધાનાણીએ પણ દલિતો દ્વારા વિરોધ મામલે ભાજપ પર નિશાન સાધ્યું હતું. પછાત વર્ગને કાયદાથી સુરક્ષા પૂરી પાડવામાં આવેલી છે. દેશ, જાતિ, ભાષા, ધર્મ અને કોમનાં નામે ફરી ભાજપનાં વિભાજનનાં ષડયંત્રનો ભોગ પછાત વર્ગ બની રહ્યો છે તેવું નિવેદન કર્યું હતું.”

ઉલ્લેખનીય છે કે સુપ્રિમ કોર્ટે દલિત લોકો પર થતાં અત્યાચારને રોકવા માટે ઘડાયેલા SC-ST (એટ્રોસિટી-વિરોધી) કાયદાને લઇ તેઓએ કરેલી ટિપ્પણી સામેનાં વિરોધમાં દલિત સંગઠનો દ્વારા આજે સમગ્ર દેશભરમાં ભારત બંધ આંદોલન કરવામાં આવ્યું છે. ત્યારે દેશનાં અનેક ભાગોમાં હિંસાત્મક ઘટનાઓ બની હતી.

કેટલાંક સ્થળોએ દલિત પ્રદર્શનકારીઓએ આગચંપી પણ કરી હતી. દલિતોએ ગુજરાત સહિત ઠેર-ઠેર વિરોધ પ્રદર્શનો કર્યાં હતાં. પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ભારે હિંસક અથડામણો પણ થઈ હતી. ભારતનાં અનેક રાજ્યોમાં દલિતો દ્વારા ઠેર-ઠેર દેખાવો થયાં હતાં. જો કે સીએમ વિજય રૂપાણીએ શાંતિ રાખવા અંગેની વિશેષ અપિલ કરી છે.

Dhruv Brahmbhatt

Recent Posts

ચીનને પણ સબક શીખવવાનો સમય પાકી ગયો છે

ચીને ભારતીય હિત અને આંતરરાષ્ટ્રીય જનમતની વિરુદ્ધ જઇને પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહંમદના સૂત્રધાર મસૂદ અઝહરને ચોથી વખત બચાવીને પુરવાર…

2 mins ago

હિંદી સિનેમાનો 106 વર્ષનો ઈતિહાસ બરબાદ થયોઃ 31 હજાર ફિલ્મની ઓરિજિનલ રીલ નષ્ટ થઈ

(એજન્સી)મુંબઇ: નેશનલ ફિલ્મ આર્કાઇવ્ઝ ઓફ ઇન્ડિયા (એનએફએઆઇ)ને લઇને કેગે એક રિપોર્ટ રજૂ કર્યો છે. આ રિપોર્ટ મુજબ એનએફએઆઇએ લગભગ ૩૧…

47 mins ago

ડાકોરમાં શ્રદ્વાળુઓનાં ઘોડાપૂર ઊમટયાંઃ કાલે ફૂલડોલ સહિત વિવિધ કાર્યક્રમો

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: યાત્રાધામ ડાકોર રણછોડરાય મંદિરમાં આજે ફાગણ સુદ પૂર્ણિમા નિમિતે દર્શનાર્થીઓનું ઘોડાપુર ઊમટયાં છે પૂર્ણિમા પ્રસંગે વહેલી સવારે…

60 mins ago

બાળકોને હિંદી-અંગ્રેજી શીખવવા માટે ગૂગલે લોન્ચ કરી બોલો એપ

(એજન્સી)નવી દિલ્હી: ગૂગલે થોડા દિવસ પહેલાં નવી એપ બોલો લોન્ચ કરી છે. આ એપ પ્રાથમિક વિદ્યાલયોનાં બાળકોને હિંદી અને અંગ્રેજી…

1 hour ago

એર સ્પેસ બંધ હોવાથી ભારતે જુનિયર ડેવિસ કપ અને ફેડ કપની યજમાની ગુમાવી

(એજન્સી) નવી દિલ્હી: બાલાકોટ હવાઈ હુમલા બાદ પાકિસ્તાનનો એર સ્પેસ બંધ હોવાના કારણે ભારતે જુનિયર ડેવિસ કપ અને ફેડ કપ…

2 hours ago

હવે ટ્રેન મોડી પડશે નહીંઃ રેલવેએ લીધેલો મોટો નિર્ણય

(એજન્સી)નવી દિલ્હી: હવે ટૂંક સમયમાં રેલવેમાં પ્રવાસ કરતા યાત્રીઓને ટ્રેન મોડી પડવાની મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. તેનું કારણ એ…

2 hours ago