આગામી મહિને લોન્ચ થશે ‘ભારત ૨૨’ ETF

નવી દિલ્હી: નાણાપ્રધાન અરુણ જેટલીના વડપણ હેઠળની એક ઇન્ટરમિનિસ્ટરિયલ પેનલે ‘ભારત ૨૨’ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ઈટીએફ)ની લોન્ચ ડેટ નક્કી કરી નાખી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ન્યૂ ઇન્ડિયા એસ્યોરન્સ આઇપીઓ બાદ ભારત બાવીસ ઇટીએફ આગામી મહિને હવે ગમે ત્યારે લોન્ચ થઇ શકે છે. આ ઇટીએફમાં જાહેર ક્ષેત્રની બેન્કોના શેર ઉપરાંત એ કંપનીઓના શેર પણ જારી કરશે, જેમાં તેની નજીવી ભાગીદારી છે.

ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ્સ મેનેજમેન્ટને મિનિસ્ટરિયલ પેનલ દ્વારા આ માટે મંજૂરી મળી ગઇ છે. નવા ઇટીએફમાં ઓએનજીસી, આઇઓસી, એસબીઆઇ, બીપીસીએલ, કોલ ઇન્ડિયા સહિત નાલ્કો પણ સામેલ છે.
આ ઉપરાંત એનઇસીસી, એનટીપીસી, એનએચપીસી, એસજેવીએનએલ, ગેલ, પીજીસીઆઇએલ, એનએલસી ઇન્ડિયા, ભેલ સહિત એન્જિનિયર્સ ઇન્ડિયા પણ સામેલ છે. ત્રણ સરકારી બેન્કોને પણ તેમાં જોડવામાં આવશે.

You might also like