શિવરાત્રી સ્પેશ્યિલ ભાંગ

સામગ્રીઃ

1 કપ બદામનો ભૂકો

1 કપ વરિયાળીનો ભૂકો

3 ‘ટી સ્પુન” એલચીનો ભૂકો

1/4 કપ મરીનો ભૂકો

1/2 કપ ખસખસ

અડધુ વાટેલું જાયફળ

રીત
સૌ પ્રથમ બધો મસાલો ભેગો કરી એકદમ જીણો વાટવો અને તેને મેંદાની ચાળણીથી ચાળી લેવો. એક રાત માટે મસાલો ડૂબે તેટલા પાણીમાં પલાળવો. આઠ ઔંસના ગ્લાસમાં એક ‘ટી સ્પુન” ના હિસાબે દુધમાં મેળવી મીક્સરમાં હલાવવું. એક ગ્લાસ દીઠ પાંચ ‘ટીસ્પુન’ ખાંડ નાખવી. જેટલું વધારે હલાવશો તેટલી સ્વાદિષ્ટ ભાંગ લાગશે.

You might also like