મની લોન્ડરિંગ કેસઃ જીજ્ઞેશ ભજિયાવાલાના 4 દિવસના રિમાન્ડ મંજૂર

અમદાવાદઃ મની લોન્ડરિંગ કેસમાં કિશોર ભજિયાવાલાના પુત્ર જીજ્ઞેશના કોર્ટે 4 દિવસના રિમાન્ડ મજૂર કર્યા છે.  કોર્ટે જીજ્ઞેશના  25 જાન્યુઆરી સુધીના  રિમાન્ડ મજૂર કર્યા છે. ગઇ કાલે જીજ્ઞેશની ઇડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.  જીજ્ઞેશને શુક્રવારે સવારે કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. જ્યાં તે ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો હતો. આજે ઇડીની અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોર્ટે ઇડીને યોગ્ય મેડિકલ તપાસ સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું અને જીજ્ઞેશને જ્યુડિશિયલ કસ્ટડીમાં સોંપવામાં આવ્યો હતો. જ્યારે ઇડીએ જીજ્ઞેશના દસ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

જીજ્ઞેશ કિશોર ભજીયાવાલાની ઇડી દ્વારા જૂની કરન્સીને નવી કરન્સીમાં ગેરકાયદેસર ફેરવવા મામલે પ્રિવેન્ટ ઓફ મની લોન્ડકિંગ એક્ટ હેઠળ ધરપકડ કરી હતી. ગત આઠમી નવેમ્બરે જૂની 500 અને 1000ની નોટો બંધ કરવાની જાહેરાત બાદ કિશોર ભજીયાવાલાનું નામ મની લોન્ડરિંગમાં બહાર આવ્યું હતું. આવકવેરા વિભાગને ભજિયાવાલા પાસે 307 કિલો ચાંદી, 23 કિલો સોનુ અને 2000 કરોડની મિલકતના દસ્તાવેજો ઉપરાત ડાયમંડ જ્વેલરી, રોકડ સહિતના દસ્તાવેજો મળી આવ્યાં હતા. આ સાથે જ મુંબઇમાં પણ જમીન હોવાનું બહાર આવ્યું છે.

http://sambhaavnews.com/

You might also like