ભૈયુજી મહારાજ પાસે એક યુવતી ૪૦ કરોડ, ફ્લેટ અને કાર માગતી હતી

ઇન્દોર: પાંચ કરોડની ખંડણી માગવાના આરોપમાં ઝડપાયેલ ડ્રાઇવરે ભૈયુજી મહારાજ આત્મહત્યા કેસની તપાસમાં નવો વળાંક આપ્યો છે. પોલીસ પૂછપરછમાં આ ડ્રાઇવરે જણાવ્યંુ હતું કે ભૈયુજી મહારાજના આશ્રમ સાથેે સંકળાયેલી એક યુવતીએ ભૈયુજી પાસે રૂ.૪૦ કરોડ રોકડા, મુંબઇમાં ફોર બીએચકેનો ફલેટ, રૂ.૪૦ લાખની કાર અને પોતાના માટે મોટા કોર્પોરેટ હાઉસમાં નોકરીની માગણી કરી હતી.

આ ષડ્યંત્રમાં પરદા પાછળ ભૈયુજી મહારાજના બે ખાસ સેવાદાર પણ સંડોવાયેલા હતા. યુવતી પોતાની પાસે રહેલા વીડિયો અને ઓડિયો જાહેર કરવાની ભૈયુજીને વારંવાર ધમકી આપતી હતી. પ૦ વર્ષીય ભૈયુજી મહારાજે આ વર્ષે ૧ર જૂનના રોજ પોતાના નિવાસે પોતાને જ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી.

પોલીસ આત્મહત્યા માનીને કેસ બંધ કરવાની તૈયારી કરી રહી હતી તેવામાં એમઆઇજી પોલીસે ભૈયુજી મહારાજના ડ્રાઇવર કૈલાસ પાટીલને નીવેશ બડજાત્યા પાસેથી રૂ.પાંચ કરોડની ખંડણી માગવાના આરોપમાં ઝડપી લીધો હતો.

ડ્રાઇવર કૈલાસે પૂછપરછમાં એવો પર્દાફાશ કર્યો હતો કે સૂર્યોદય આશ્રમના કેટલાક સેવાદારો સાથે મળીને એક યુવતી ભૈયુજી મહારાજને બ્લેકમેઇલ કરતી હતી અને તેના કારણે તેઓ ખૂબ તણાવમાં રહેતા હતા. આ યુવતીએ એક વાંધાજનક વીડિયો પણ ઉતારી લીધો હતો. તેણે ભૈયુજી મહારાજના અંડરવેર પણ છુુપાવી લીધા હતા અને ડીએનએ ટેસ્ટ કરાવવાની ધમકી આપતી હતી.

ડ્રાઇવર કૈલાસ ર૦૦૪થી ભૈયુજી મહારાજની ગાડી ચલાવતો હતો. તેણે એવો પણ પર્દાફાશ કર્યો હતો કે ભૈયુજી મહારાજ મારી સામે જ કારમાં યુવતીઓ સાથે વાત કરતા હતા. સોનિયા, પલક, શાલિની, મલ્લિકા સહિત ૧ર યુવતીઓ સાથે ભૈયુજી મહારાજને આડા સંબંધો હતા. આમાં અન્ય રાજ્યની બે મહિલા આઇએસનો પણ સમાવેશ થતો હતો.

You might also like