‘હું ભગવંત માનથી પરેશાન છું, તે લોકસભામાં દારૂ પીને આવે છે, મારી સીટ બદલો’

નવી દિલ્હી: આપમાંથી સસ્પેડેડ સાંસદ હરિંદર સિંહ ખાલસાએ ભગવંત માન પર દારૂ પીને સંસદમાં આવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે તે ભગવંત માનથી ખૂબ જ પરેશાન છે. હરિંદરે લોકસભા સ્પીકરને સંસદમાં પોતાની સીટ બદલવાનો અનુરોધ કર્યો છે.

હરિંદરે કહ્યું કે મેં લોકસભા સ્પીકરને કહ્યું કે મારી સીટ બદલવામાં આવે કારણ કે હું ભગવંત માનથી ખૂબ જ પરેશાન છું. ઘણીવાર ભગવંત માન પાસેથી દારૂની ગંધ આવે છે. તેમણે કહ્યું કે ‘મેં આ મામલે ઘણીવાર કેજરીવાલ સામે પણ રજૂઆત કરી છે પરંતુ તેમણે કહ્યું કે કોઇ વાત નહી. અમારી પાર્ટીમાં ફક્ત આવા જ લોકોને પ્રોત્સાહન આપવામાં આવે છે.’

સંસદમાં વીડિયો મામલે હરિંદરે કહ્યું કે ‘અમારી પાર્ટીના નેતા સંજય સિંહ કહે છે કે ભગવંત માને જે વીડિયો બનાવ્યો ચે, તેમાં કોઇ ખોટું નથી.’

You might also like