ભગવંત માન સામે સંસદમાં વિશેષાધિકાર ભંગ નોટિસ

નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના સાંસદ ભગવંત માન વિરુદ્ધ ભાજપના સાંસદ કિરિટ સોમૈયા, મહેશગિરિ અને પ્રેમસિંહ ચંદુ માજરાએ લોકસભામાં વિશેષાધિકાર હનન પ્રસ્તાવની નોટિસ આપી છે. એજ રીતે શિરોમણી અકાલી દળે પણ વિશેષાધિકાર ખનન પ્રસ્તાવની નોટિસ આપી છે.

આ અગાઉ લોકસભામાં ભગવંત માન પર સંસદ ભવનની સુરક્ષા સાથે ચેડા કરવાનો આરોપ મુકવામાં આવ્યો હતો. ભગવંત માને મોબાઈલ ફોનના કેમેરાથી પોતાના ઘરથી સંસદ ભવનની અંદર સુધીનો લાઈવ વીડિયો ફેસબુક પર પોસ્ટ કર્યો હતો.

તમામ સાંસદોનું માનવું છે કે માનનું આ કૃત્ય સંસદની સુરક્ષા સાથે ચેડા કરવા સમાન છે. વીિડયોમાં દેખાય છે કે માન કઈ રીતે મુખ્ય દરવાજાથી પ્રવેશીને પછી સંસદ ભવન સુધી પહોંચતા દેખાય છે. સંસદના જે ખૂણામાં ભગવંત માન પ્રવેશે છે તે અંગે સત્તાવાર કોમેન્ટરી પણ આપવામાં આવી છે.

વિવાદ બાદ ભગવંત માને પૂછ્યું હતું કે શું મારા વીડિયોથી સંસદ ખતરામાં આવી ગઈ છે ? હું તો લોકોને એ બતાવવા ઈચ્છું છે કે સંસદની કાર્યવાહી શરૂ થતા પહેલા સેન્ટ્રલ હોલમાં શૂન્ય કાળ દરમિયાન કેવા સવાલો પૂછવામાં આવે છે. સંસદમાં કેવા મુદ્દા ઉઠાવવામાં આવે છે તે લોકોને બતાવવું એ ખોટું છે ? લોકોએ અમને પસંદ કર્યા છે અને તેમનેઆ બધું જાણવાનો અધિકાર છે.

You might also like