મનુષ્ય તો લીંબડી કે નીચે હૈ!

ભગવાન શ્રી સ્વામિનારાયણના મહાન સંતોના અનુપમ, આધ્યાત્મિક વૈભવને સમજવા માટે એક બીજો પ્રસંગે પણ જાણવા જેવો છે. એક વાર ભગવાન શ્રી સ્વામિનારાયણ ગઢપુરમાં લીલુડા લીમડાની નીચે સભા ભરીને વિરાજમાન હતા. સંતોના વૃંદ વિવિધ પ્રદેશોમાં વિચરણ કરીને ભગવાન શ્રી સ્વામિનારાયણનાં દર્શને આવી રહ્યા હતા.
ભગવાન શ્રી સ્વામિનારાયણ એમને વિવિધ દેશ પ્રદેશના મનુષ્યો અને ભક્તજનોના ખબરઅંતર પૂછી રહ્યા હતા. એવામાં સ્વરૂપાનંદસ્વામી પોતાનાં સંતમંડળ સાથે દર્શને પધાર્યા.
સ્વરૂપાનંદસ્વામીએ હિન્દુસ્તાની લહેજામાં જવાબ દીધો, “ગુરુ મહારાજા! મનુષ્ય તો લીંમડી કે નીચે હૈ ઔર કહીં હમને મનુષ્ય તો દેખે હિ નહીં!”
અલગારી સંતની વાત સાંભળી મહારાજ હસવા લાગ્યા. એવામાં સભામાંથી કોઈ બોલ્યું, “સ્વામીએ માણસોને જોયા જ નથી, તો ઉપદેશ કોને કર્યો હશે અને કલ્યાણ કેટલાનાં કર્યાં હશે?”
આ વાત સાંભળીને મહારાજ બોલ્યા, “સંતો! તમે બધા તો ઉપદેશ કરો, વર્તમાન પળાવો, ત્યારે જીવનાં કલ્યાણ થાય, જ્યારે આ સ્વરૂપાનંદસ્વામીના તો દર્શનમાત્રથી કલ્યાણ થઈ પણ જાય!”•

You might also like