બ્રહ્મા, વિષ્ણુ, મહેશનું એક સ્વરૂપઃ ભગવાન દત્તાત્રેય

કાલે માર્ગશીર્ષ પૂર્ણિમા છે.મૃગશીર્ષ નક્ષત્રની સાંજે ભગવાન દત્તાત્રેયનો જન્મ થયો હતો. હિંદુ ધર્મમાં ભગવાન દત્તાત્રેયને ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનુ એકરૂપ માનવામાં આવે છે. ધર્મ ગ્રંથો મુજબ શ્રી દત્તાત્રેય ભગવાન વિષ્ણુ ના છઠ્ઠા અવતાર છે. તે આ આજન્મ બ્રહ્મચારી અને અવધૂત રહ્યા તેથી તેઓ સર્વવ્યાપી કહેવાયા. આ જ કારણ છે કે ત્રણેય ઈશ્વરીય શક્તિઓથી સમાહિત ભગવાન દત્તાત્રેયની આરાધના ખૂબ જ સફળ, સુખદાયી અને તરત જ ફળ આપનારી માનવામાં આવે છે. મન કર્મ અને વાણીથી કરવામાં આવેલ તેમની ઉપાસના ભક્તને દરેક મુશ્કેલીમાંથી મુક્તિ અપાવે છે. એવું કહેવાય છે કે ભગવાન ભોલેનું સાક્ષાત રૂપ દત્તાત્રેયમાં મળે છે. જ્યારે વૈદિક કર્મોનાં ધર્મનું અને વર્ણ વ્યવસ્થાનો લોપ થયો. ત્યારે ભગવાન દત્તાત્રેયએ સૌનો પુનરોર્દ્ધાર કર્યો હતો. હૈહયરાજ અર્જુને પોતાની સેવાઓથી તેમને પ્રસન્ન કરીને ચાર વર પ્રાપ્ત કર્યા હતા.

પ્રથમ બળવાન, સત્યવાદી, મનસ્વી, આદોષદર્શી અને સહ ભુજાઓવાળા બનવાનું, બીજું જરાયુજ અને અંડજ જીવોની સાથે સાથે સમસ્ત ચરાચર જગતનું શાસન કરવાના સામર્થ્યનું, ત્રીજું દેવતા, ઋષિયો, બ્રાહ્મણો વગેરેનું યજન કરીને અને શત્રુઓનો સંહાર કરી મેળવવો અને ચોથો ઈહલોક, સ્વર્ગલોક અને પરલોક વિખ્યાત અનુપમ પુરુષના હાથે માર્યા જવાનું.

એકવાર માતા લક્ષ્મી, પાર્વતી અને સરસ્વતીને પોતાના પાતિવ્રત્ય પર અત્યંત ગર્વ થઈ ગયો. ભગવાને તેમનો અહંકાર નષ્ટ કરવા માટે લીલા રચી. તેના મુજબ એક દિવસ નારદજી ફરતા ફરતા દેવલોક પહોંચ્યા અને ત્રણેય દેવીઓને વારાફરતી જઈને કહ્યું કે ઋષિ અત્રિની પત્ની અનુસૂયાની સામે તમારું સતીત્વ કશું જ નથી.

ત્રણેય દેવીઓએ આ વાત પોતાના સ્વામીઓને જણાવી અને તેમને કહ્યું કે તેઓ અનુસૂયાના પાતિવ્રત્યની પરીક્ષા લે. ત્યારે ભગવાન શંકર, વિષ્ણુ અને બ્રહ્મા સાધુનો વેશ બનાવીને અત્રિ મુનિના આશ્રમમાં આવ્યા. મહર્ષિ અત્રિ એ સમયે આશ્રમમાં નહોતા. ત્રણેયએ દેવી અનુસૂયા પાસે ભિક્ષા માગી અને એ પણ કહ્યું કે તેમણે નિર્વસ્ત્ર થઈને અમને ભિક્ષા આપવી પડશે.

અનુસૂયા પહેલાં તો આ સાંભળીને ચોંકી ગયાં. પણ પછી સાધુઓનું અપમાન ન થાય એ વાતના ડરથી તેણે પોતાના પતિનું સ્મરણ કર્યું અને કહ્યું કે જો મારો પાતિવ્રત્ય ધર્મ સત્ય છે તો આ ત્રણેય સાધુ છ છ માસનાં શિશુ થઈ જાય.

આવું બોલતાં જ ત્રિદેવ બાળક બનીને રડવા લાગ્યાં. ત્યારે અનુસૂયાએ માતા બનીને તેમને ખોળામાં લઈને સ્તનપાન કરાવ્યું અને હિંચકામાં હિંચોવવા લાગી જ્યારે ત્રણેય દેવ પોતાના સ્થાન પર પરત ન ફર્યા તો દેવીઓ વ્યાકુળ થઈ ગઈ. ત્યારે નારદે ત્યાં આવીને બધી વાત બતાવી. ત્રણેય દેવીઓ અનૂસૂયા પાસે ગઈ અને ક્ષમા માગી. ત્યારે દેવી અનુસૂયાએ ત્રિદેવને પોતાના પૂર્વ રૂપમાં લાવી દીધા.

પ્રસન્ન થઈને ત્રિદેવે તેમને વરદાન આપ્યુ કે અમે ત્રણેય અમારા અંશથી તમારા ગર્ભમાં પુત્ર રૂપે જન્મ લઈશું. ત્યારે બ્રહ્માના અંશથી ચંદ્રમા, શંકરના અંશથી દુર્વાસા અને વિષ્ણુના અંશથી દત્તાત્રેયનો જન્મ થયો. કાર્તવીર્ય અર્જુન (કૃતવીર્યનો જયેષ્ઠ પુત્ર) ના દ્વારા શ્રીદત્તાત્રેયએ લાખો વર્ષ સુધી લોક કલ્યાણ કરાવ્યું હતું. કૃતવીર્ય હૈહયરાજના મૃત્યુ ઉપરાંત તેમના પુત્ર અર્જુનનો રાજ્યાભિષેક થવા પર ગર્ગ મુનિએ કહ્યુ હતુ કે તમારે શ્રીદત્તાત્રેયનો આશ્રય લેવો જોઈએ કારણ કે તેમના રૂપમાં વિષ્ણુએ અવતાર લીધો છે. એવી માન્યતા છે કે ભગવાન દત્તાત્રેય ગંગા સ્નાન માટે આવે છે.

You might also like