હાથમાં વીણા, બગલમાં ગીતા રાખવા પર કલામની મૂર્તિ પર થયો વિવાદ

ચેન્નાઇ: ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામની યાદમાં બનાવવામાં આવેલા કલામ મેમોરિયલમાં કલામની મૂર્તિની સામે ભગવદગીતાના શ્લોક ઉત્કીર્ણ કરાવવા પર વિવાદ શરૂ થઇ ગયો છે. પીએમ મોદીએ ગુરુવારે કલામની બીજી પુણ્યતિથી પર રામેશ્વરમમાં કલામ મેમોરિયલનું ઉદ્ધાટન કર્યું હતું.

ડીએમકે સહિત કમામ રાજકીય પાર્ટીઓએ કલામ મેમોરિયલમાં વીણી વગાડતાં કલામની મૂર્તિ અને એમની પાસે ભગવદગીતાના શ્લોક લખાવવા પર વિરોધ દાખલ કર્યો છે. કલામના પરિવારજનો પણ ેનાથી નાખુશ છે. કલામના પરિવારજનોનું કહેવું છે કે કલામની પ્રતિમા પાસે દરેક ધર્મોના મહાનગ્રંથોના અંશ હોવા જોઇએ.

ડીએમકે નેતા સ્ટાલિનએ એક કાર્યક્રમ સંબોધિત કરતાં કહ્યું હતું કે કલામની પ્રતિમા પાસે ભગવદગીતાની હાજરી સાંપ્રદાયિકતા થોપવાનો એક પ્રયત્ન છે. એમડીએમકેના સીનિયર નેતા વાઇકોએ વીણા વગાડતા પ્રતિમા અને એમની આગળ ગીતા રાખવાને લઇને કેન્દ્ર સરકાર અને ભાજપ પર પ્રહારો કર્યા. એમણે આરોપ લગાવ્યો કે ભાજપ કલામને ભગવા રંગમાં રંગવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે અને એની પાછળ રાજકીય ઇચ્છા છે. તેમણે વધુમાં જણાવ્યું કે પ્રતિમાની સાથે ગીતાની જગ્યાએ તમિલ પુસ્તર થિરુકુરલ રાખવી જોઅએ, જે તમિલના કવિ તિરુવલ્લુર દ્વારા લખવામાં આવી છે.

પ્રતિમાની દેખરેખ કરી રહેલી સંસ્થા તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે કલામના હાથમાં વીણા એટલા માટે છે કે કારણ કે પૂર્વ રાષ્ટ્રપતિને વીણા સાથે ખાસ લગાવ હતો. એની ધ્મ અને રાજનીતિક ઇચ્છાથી કરવામાં નથી આવ્યું. વિવાદને પૂરો કરવા માટે પ્રતિમામાં હવે કુરાન અને બાઇબલ પણ મૂકી દેવામાં આવી છે.

આ બાબતે કલામના ભત્રીજા શેખ સલીમએ કહ્યું કે એ આ બાબતને લઇને કોઇ વિવાદ ઇચ્છતા નથી, પ્રતિમાની સામે હવે બાઇબલ કુરાન પણ છે. એમણે કહ્યું કે કલામને કોઇ ધર્મ સાથે જોડી શકાય નહીં, એમણે દરેક ધર્મનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે.

http://sambhaavnews.com/

You might also like