સાક્ષીઓને સાંભળ્યા વિના જ ભગતસિંહને ફાંસી થઈ હતી

લાહાેર: પાકિસ્તાનની કાેર્ટમાં દાખલ થયેલી અેક પિટ‌િશનમાં શહીદ વીર ભગતસિંહને નિર્દાેષ જાહેર કરવાની માગણી સાથેની અરજી પર ઝડપથી સુનાવણી કરવા દરખાસ્ત કરવામાં આવી છે. ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને અંગ્રેજ અધિકારી જાેન પી સૈેંડર્સની હત્યાના આરાેપસર ફાંસીની સજા કરવામાં આવી હતી. આ ત્રણેયને ૨૩ માર્ચ, ૧૯૩૧ના રાેજ ફાંસી આપવામાં આવી હતી ત્યારે આ પિટ‌િશન તે ચુકાદાની વિરુદ્ધમાં દાખલ કરવામાં આવી છે. કાેર્ટ ભગતસિંહને સૈંડર્સ હત્યાકાંડમાં નિર્દાેષ સાબિત કરી શકે છે, કારણ ૪૫૦ સાક્ષીને સાંભળ્યા વિના તેમને ફાંસી આપવામાં આવી હતી.

આ મામલે વકીલ ઈમ્તિયાઝ રશીદ કુરેશીઅે કાેર્ટમાં પિટ‌િશન દાખલ કરી છે. કુરેશી ભગતસિંહ મેમાેરિયલ ફાઉન્ડેશનના ચેરમેન છે. તેમનું કહેવું છે કે કાેર્ટની સમગ્ર બેન્ચ આ કેસની સુનાવણી કરે.

તેમના જણાવ્યા મુજબ શરૂઆતમાં ભગતસિંહને આજીવન કેદની સજા કરવામાં આવી હતી, પરંતુ ત્યાર બાદ અેક મનઘડંત કેસમાં તેમને ફાંસીની સજા ફરમાવવામાં આવી હતી. ભગતસિંહ અાજે પણ માત્ર શિખ અને મુસલમાનાેમાં જ નહિ, પરંતુ સમગ્ર ભારતીય ઉપમહાદ્વિપમાં સન્માનિત છે. પિટ‌િશનમાં તેણે જણાવ્યું છે કે ભગતસિંહ સાથે જાેડાયેલાે કેસ રાષ્ટ્રીય મહત્વનાે છે. તેઆે સ્વાતંત્ર્યસેનાની હતા. ભાગલા પહેલાં તેઆે ભારતની આઝાદી માટે લડ્યા હતા. પાકિસ્તાનના મહંમદ અલી ઝીણાઅે પણ તેમને બે વખત શ્રદ્ધાંજલિ આપી હતી.

લાહાેર હાઈકાેર્ટના જજ શુજાત અલીખાને આ કેસની અંતિમ સુનાવણી મે-૨૦૧૩માં કરી હતી. તેમણે આ કેસ માેટી બેન્ચને સાેંપવા માટે ચીફ જસ્ટિસને માેકલી આપ્યાે હતાે. ગત વર્ષે પાેલીસે ૧૯૨૮માં સેૈંડર્સ હત્યાકાંડની મૂળ અેફઆઈઆરની નકલ કાેર્ટના આદેશથી કુરેશીને આપી હતી. તે અેફઆઈઆરમાં ભગતસિંહનું નામ ન હતું. જેના કારણે તેમને ૧૯૩૧માં માત્ર ૨૩ વર્ષની વયે ફાંસી પર લટકાવી દેવામાં આવ્યા હતા. લાહાેર પાેલીસે ભગતસિંહની ફાંસીના ૮૩ વર્ષ બાદ કાેર્ટના આદેશથી તે કેસની અેફઆઈઆરની નકલ અનારકલી પાેલીસમથકમાંથી શાેધી કાઢી છે.

You might also like