જો આ કુંડમાં કરશો સ્નાન તો નહીં થાય તમારૂ બ્રેક-અપ

શું તમારા જીવનમાં કોઇ એવું છે કે જેને તમે સૌથી વધુ પ્રેમ કરો છો. શું તમારા જીવનમાં પણ છે કોઇનો સાથ તો જો તેની સાથે તમારું બ્રેક-અપ થઇ જતું હોય તો હવે તમે તેનાંથી બચી શકો છો. આજે અમે તમને એવી જગ્યા વિશે વાત કરવાનાં છીએ કે જ્યાં ગયા બાદ તમારું બ્રેક-અપ હવે નહીં થાય.

આ એક એવી જગ્યા છે મધ્યપ્રદેશનાં શિવપુરીનાં ભદૈયા કુંડનાં વોટર-ફોલમાં જે પ્રેમી યુગલ એક સાથે સ્નાન કરે છે તેનું બ્રેક-અપ થતું નથી.

અહીં એવી ધાર્મિક માન્યતા છે કે જો આ ઝરણાંમાં કોઇ કપલ સ્નાન કરે છે તો તેમનાં વચ્ચે ક્યારેય બ્રેક-એપ નહીં થાય. આ જગ્યા પર ઘણી બધી વાર લગ્ન કરેલ કપલ અને એ સિવાય ઘરડાં લોકો પણ ભદૈયા કુંડમાં સ્નાન કરીને પોતાનાં વિવાદો દીર કરવાંની કોશિશ કરે છે. સાથે નવયુવાન કપલ પણ બ્રેક-અપ ન થાય તે માટે આ ઝરણામાં સ્નાન કરવાં આવે છે.

તો તમે હવે જો આ જગ્યા પર જવા માંગતા હોવ તો તે માટે તમને જણાવી દઇએ કે તેનાં માટેનો યોગ્ય સમય વર્ષાઋતુનો છે કે જ્યારે સૌથી વધુ આ ઝરણામાં પાણી જોવાં મળે છે. અહીં વરસાદનું પાણી અહીં આવેલ પર્વતોમાં થઇને આ કુંડમાં આવે છે જેથી તેમાં કોઇક ચમત્કાર તો આવશ્યકપણે છે.

You might also like