વસ્ત્રાલમાં નાસ્તા બાબતે ભાભીની હત્યા કરતો દિયર

અમદાવાદ: શહેરનાં વસ્ત્રાલ વિસ્તારમાં રહેતાં દિયરે તેનાં ભાભીની નાસ્તા બાબતે બોલાચાલી બાદ ક્રૂર હત્યા કરી દેતાં સનસનાટી મચી જવા પામી છે. રામોલ પોલીસે આ અંગે ગુનો નોંધી આરોપી દિયરની ધરપકડ કરી છે. શહેરનાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલાં સુમિતપાર્કના મકાન નં. ૯માં મૂળ ઉત્તરપ્રદેશના જીજાડ ગામનાં વતની હરપાલસિંગ રામસિંગ ગૌર (ઊં.વ. ૪૮) રહે છે. તેમના પરિવારમાં તેમની પત્ની ઊર્મિલાબેન (ઊં.વ.૩૮) હતાં. તેમજ તેમને બે પુત્રો છે. ચારથી પાંચ વર્ષ અગાઉ હરપાલસિંગનાં નાનાભાઈ ભગવાનસિંગ રામસિંગ ગોર (ઊં.વં. ૪૨) અમદાવાદ ખાતે આવ્યાં હતાં.

ભગવાનસિંગ માનસિક રીતે બીમાર છે. જેના કારણે તેઓની અમદાવાદમાં દવા ચાલી રહી હતી. દરમ્યાનમાં મંગળવારે સવારના સમયે ઊર્મિલાબેન તેમના દિયરને નાસ્તામાં ભાખરી બનાવી આપી હતી હરપાલસિંગ રિક્ષા ડ્રાઈવિંગનો ધંધો કરતાં હોવાથી તેઓ ધંધાર્થે ગયાં હતાં.

દરમ્યાનમાં બપોરનાં સમયે દિયર રામસિંગે નાસ્તા બાબતે અદાવત રાખી ઘરમાં બંને એકલા હોવાનો લાભ ઉઠાવી ઘરનું બારણું બંધ કરી અને કાતર જેવા તિક્ષ્ણ હથિયારથી તેની ભાભી ઊર્મિલાબેનને ગળાનાં ભાગે ઘા મારી તેમની હત્યા કરી નાખી હતી. આ બાબતે પડોશીઓને જાણ થતાં તેઓ દોડી આવ્યાં હતાં.

You might also like