લીંબૂ પાણી પીતા જાણી લો આ બાબતો, નહીં તો થઇ શકે છે મોટું નુકસાન

સ્વાસ્થ્ય માટે લીંબૂ પાણીને સારું માનવામાં આવે છે, પરંતુ એનો અર્થ એવો નથી કે તમે ગમે ત્યારે ગમે તેટલી વખત પી શકો છો. કેટલીક બીમારીઓમાં આ નુકસાન પણ પહોંચાડી શકે છે. એને ખોટી રીતે પીવાથી અથવા જરૂરીયાત કરતાં વધારે પીવાથી ઘણી સમસ્યાઓ થઇ શકે છે. એટલા માટે લીંબૂ પાણી પીતા પહેલા કેટલીક બાબતો ધ્યાનમાં રાખો.

લીંબૂ પાણીમાં ઓક્સલેટ્સ હોય છે, જે બોડીમાં ક્રિસ્ટલના રૂપમાં જામ થઇ જાય છે. આ કેલ્શિયમ એબ્ઝોપર્શનને પણ અસર પહોંચાડી શકે છે. એવામાં કિડની અને લીવરની સમસ્યાઓ પણ વધી શકે છે.

વધારે લીંબૂ પાણી પીવાથી વધારે યૂરિન આવે છે. વારંવાર યૂરિન જવાથી બોડીમાંથી પાણી નિકળી જાય છે અને ડીહાઇડ્રેશનની સમસ્યા થઇ શકે છે.

લીંબી પાણીમાં રહેલા એસિડિક ક્વોલિટી પેપ્ટિક અલ્સરમાં નુકસાન પહોંચાડે છે.

જો તમને પહેલાથી દાંતમાં સમસ્યા હોય તો તમારા ડેન્ટિસ્ટની સલાહ લીધા બાદ જ લીંબૂ પાણી પીવો અથવા એને પીવાનું અવોઇડ કરો.

લીંબૂના એસિડીક પ્રોપર્ટીના કારણે દાંતના પેઢા નબળા પડી જાય છે. લીંબૂ પાણી પીધા પછી તરત બ્રશ કરવાથી દાંત તૂટી શકે છે.

લીંબૂ પાણીની એસિડિક ક્વોલિટી દાંતને નુકસાન પહોંચાડી શકે છે. જો સ્ટ્રોથી લીંબૂ પાણી પીશો તો દાંત વધારે સુરક્ષામાં રહેશે.

વધારે લીંબૂ પાણી પીવાથી ડાયજેશન બગડી શકે છે.

વધારે પડતું ગરમ અથવા ઠંડું લીંબૂ પાણી પીવાથી એનો ફાયદા ઓછા થઇ શકે છે, નવશેકા પાણીમાં લીંબૂ નિચોવીને પીવાથી એનાથી વધારે ફાયદો થઇ શકે છે.

એસિડીટી, હાર્ટ બર્નસ, એસિડ રિફ્લ્ક્સ જેવી સમસ્યાને લીંબૂ પાણી જેવી એસિડીક ડ્રિંક વધારે વધારી શકે છે. એટલા માટે એને અવોઇડ કરો.

home

You might also like