હિંસા વચ્ચે કાશ્મીરી યુવકોઅે સેનાના જવાનનો જીવ બચાવ્યો

નવી દિલ્હી: કાશ્મીરી યુવકોઅે ગઈ કાલે શ્રીનગર બાયપાસ રોડ સ્થિત લાસજન િવસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત વાહનમાં ફસાયેલા ભારતીય સેનાના એક જવાનને બચાવી લીધો છે. અા જાણકારી પોલીસ દ્વારા મળી છે. કાશ્મીર ઘાટીમાં સુરક્ષાદળો સાથે સ્થાનિક લોકોની હિંસક ઝપાઝપીની વચ્ચે માનવતાની મિશાલ જોવા મળી છે. શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવે પર શ્રીનગર પાસે અકસ્માતનો શિકાર બનેલા સૈનિકને બચાવવા કાશ્મીરી યુવાનો ઊમટી પડ્યા હતા. ઘટના બાદ ચલાવાયેલા રેસ્ક્યૂ અોપરેશન દરમિયાન સેનાના જવાનને બચાવવા માટે એકઠી થયેલી ભીડ કોઈ પોતાની વ્યક્તિ મુસીબતમાં હોય તેવું અનુભવતી હતી.

રેસ્ક્યૂ અોપરેશનમાં સામેલ અધિકારીઅે જણાવ્યું કે કાશ્મીરના યુવાનોઅે ક્ષતિગ્રસ્ત વાહનમાં ફસાયેલા જવાનને બહાર કાઢ્યો એટલું જ નહીં, તેને તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચાડ્યો. રવિવારે લાસજન વિસ્તારમાં સૈન્ય વાહન ખૂબ જ ઝડપી અાવી રહ્યું હતું અને કન્ટ્રોલ બહાર જઈને પલટી ખાઈ ગયું. દુર્ઘટનાગ્રસ્ત વાહનમાં તેનો ચાલક ફસાઈ ગયો. ઘટનાની સૂચના મળતાં જ અાસપાસના લોકો ભેગા થયા તેમાં મોટા ભાગના યુવાનો હતા. યુવાનોઅે સૈન્ય વાહનમાં ફસાયેલા જવાનને બહાર કાઢીને રેસ્ક્યૂ અોપરેશન શરૂ કરી દીધું. અા ઘટનાનો વીડિયો વાઇરલ થયો છે, તેમાં રાહત અને બચાવકાર્યમાં લાગેલા લોકોની બેચેની સ્પષ્ટ દેખાઈ રહી છે.
સૈન્ય પ્રવક્તાઅે અા ઘટનાને સમર્થન અાપતાં કહ્યું કે વાહનચાલક સૈનિકને બચાવવા માટે સ્થાનિક યુવાનોઅે ગજબની અાત્મીયતા બતાવી.

ઉલ્લેખનીય છે કે અમરનાથયાત્રા દરમિયાન અનંતનાગ જિલ્લામાં યાત્રીઅોનું વાહન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું તે દરમિયાન પણ વાહનમાં ફસાયેલા યાત્રીઅોને સુરક્ષિત બહાર કાઢવાનું અને હોસ્પિટલ પહોંચાડવાનું અભિયાન સ્થાનિક યુવકોઅે જ કર્યું હતું. ઘાટીમાં હિંસા દરમિયાન ૮૪ લોકો મૃત્યુ પામી ચૂક્યા છે અને ૧૦ હજારથી વધુ ઘાયલ થયા છે. અાવા માહોલમાં સ્થાનિક યુવાનો દ્વારા સૈનિકને બચાવવાની અા ઘટના ખરેખર પ્રશંસનીય છે.

You might also like