સારા શારીરિક સંબંધથી નોકરીમાં મળે છે સંતોષ

અમેરિકાની એક યૂનિવર્સિટીના સંશોધનકર્તાએ જણાવ્યું કે એક સારા સંબંધને બનાવી રાખવાથી જેમાં શારીરિક સંબંધનો પણ સમાવેશ થાય છે, કર્મચારીઓને પોતાના કામમાં ખુશ અને વ્યસ્ત રાખવામાં મદદ મળે છે. એનો લાભ એ સંગઠનને પણ મળે છે, જેના માટે કર્મચારી કામ કરે છે.

એક યૂનિવર્સિટીના પ્રોફેસરએ લગ્ન કરેલા કર્મચારીઓના કામ અને સેક્સની આદતોનો અભ્યાસ કર્યો. એમણે 159 પરણિત કર્મચારીઓનો બે સપ્તાહ સુધી અભ્યાસ કર્યો. અને એ કર્મચારીઓને દરરોજ બે અસાઇમેન્ટ પૂરા કરવાનું કહ્યું હતું.

તેમણે જાણ્યુ કે જે કર્મચારીઓએ રાતે સંબંધ બાંધ્યો હોય, બીજા દિવસે તેઓ સકારાત્મક મૂડમાં જોવા મળ્યા અને સવારે સવારે એમના સારા મૂડના કારણે એમને કામ પર વધારે ધ્યાન આપ્યું, જેનાથી તેમણે નોકરીમાં સંતોષ મળ્યો. આ અસર 24 કલાક સુધી જોવા મળી. પુરુષો અને મહિલાઓ બંને માટે સમાન રૂપથી આ અસરકારી હતું. તેમણે જાણ્યું કે મૂડ ઠીક કરવામાં શારીરિક સંબંધ ઉપરાંત સારી ઊંધ પણ મહત્વની ભૂમિકા હોય છે.

સંશોધનકર્તાએ જણાવ્યું કે શારીરિક સંબંધ બાંધવાથી ડોપમીન નામનું ન્યૂરોટ્રાંજમિટર વધારે પેદા થાય છે જે સામાજિક સંબંધ તથા લાગણીથી જોડાયેલ હોય છે. આ બંને મળીને જ શારીરિક સંબંધને મૂડ ઠીક કરવાનો પ્રાકૃતિક રીત બનાવે છે.

http://sambhaavnews.com/

You might also like