નવેમ્બરમાં આ પાર્ક છે ફરવા માટે સૌથી Best, પક્ષી સાથે જોવા મળશે ઝેરી સાંપ

બેતલા નેશનલ પાર્ક, ઝારખંડના લાતેહર અને પલામૂ જિલ્લામાં આવેલ છે. 980 વર્ગ કિમીમાં આવેલ આ નેશનલ પાર્ક 1974માં બન્યો હતો. આ ભારતનો સૌથી જૂનો ટાઇગર રિઝર્વમાંથી એક છે.

જેને પહેલા પલામૂ ટાઇગર રિઝર્વના નામે પણ ઓળખવામાં આવે છે. અહીં ઘણી માત્રામાં વાઘ, તેંદુઆ, જંગલી રીંછ, વાનરો, હરણની એક જાતિ જેને સાંભર કહેવાય છે, નીલગાય, મોર તેમજ ચીતલ જેવા પ્રાણી જોવા મળે છે.

બેતલા નેશનલ પાર્કમાં છોડની 970 પ્રજાતિ, ઘાસની 17, પક્ષીઓની 174, 180 પ્રકારની ઔષધીઓના છોડ છે. સાલ, પલાશ, મહુઆ, આમળા, કેરી અને બાંસ પલામૂ ખાસ વનસ્પતિ છે.

જે જંગલમાં રહેલા હાથી, ગૌર અને બીજા અનેક પ્રાણીઓનું ભોજન છે. તે સિવાય નાના જીવાણુંની અનેક જાતિ છે જેની ગણતરી થઇ શકે તેમ નથી. ડોગરા ચીલ, તીતર, લાલ જંગલી મુરી, મોર, ઉલ્લુ, દૂધરાજ, ધનેશ, કિલકિલા અને કોયલ જેવા ખુબસુરત પક્ષીઓ પણ અહી જોવા મળે છે.

પલામૂના જંગલમાં ઝેરી સાપ પણ હોય છે જેવા કે કરૈત, નાગ અને દબોઇયા. એ સિવાય 10 મીટર લાંબો અજગર પણ અહીં જોવા મળે છે. આ પાર્કમાં 16મી સદીનો એક કિલો પણ જોવા મળશે. અહીંથી કોયલ અને બરહા નદી નીકળે છે જે આગળ જઇને સોન નદીમાં મળી જાય છે.

બેતલા પાર્ક આવો તો પલામૂ કિલા, તલાહા ગરમ ઝરણાં, મિરચઇયા ઝરણાં, સુગા બાંધ, લોધ ઝરણા, મંડલ બાંધ અને બરવાડિહ શિવ મંદિર બીજા ફરવા લાયક સ્થળો છે.

બેતલા પાર્ક જવા માટે નવેમ્બરથી માર્ચ મહિના સુધીનો સમય સૌથી સારો ગણવામાં આવે છે. તમે જો પ્લેન દ્વારા જવા ઇચ્છતા હો તો રાંચીનું બિરસા મુંડા એરપોર્ટ બેતલાથી 161 કિમી દૂર આવેલ છે.

જ્યાંથી ટેક્સી કરી તમે ત્યાં પહોંચી શકો છો. રેલવે દ્વારા અહીંથી નજીકનું સ્ટેશન ડાલ્ટેનગંજ છે. જે બેતલાથી 25 કિમી દૂર છે. જ્યારે રોડ માર્ગે જવા માટે બેતલા માટે રાજ્ય પરિવહન નિગમની બસ સતત મળે છે.

You might also like