KISS કરતાં પહેલાં અવશ્ય રાખો આટલું ધ્યાન

તમે જો કોઇ દિવસ કિસ નથી કરી તો તમારા માટે આ બાબતો બહુ જ મહત્વ ધરાવે છે. અને જો તમે કિસ કરી હોય તો પણ આ માહિતી આપને મદદરૂપ થશે. તમારે કિસ કરતા પહેલા આ બાબતોનું ખુબ ધ્યાન રાખવાનું રહેશે. અને તેને જાણવું જરૂરી છે.

મોં-શ્વાસની દૂર્ગંધ
કિસમાં સૌથી મહત્વની વસ્તુ છે મોં-શ્વાસની દૂર્ગંધ. કિસ કરતા પહેલા તમે કંઇ પણ ખાવ તેમાં લસણ-ડુંગળીની માત્રા ઓછી રાખો. તેમજ ખાધા પછી યોગ્ય રીતે મોંની સફાઇ કરો. નહિતર તમારી પાર્ટનરને આ વસ્તુ ના ગમે અને તમારૂ સપનું અધુરૂ રહી જાય તેવું બને.

કિસ કરો તે પહેલા સિગરેટ ન પીવો
જો કદાચ તમને કોઇ એમ કહે કે એશ ટ્રે પર કિસ કરો. તે સમયે જો તમે સિગરેટ પીધી હશે તો તમારા પાર્ટનરને આવું ફીલ થશે. એટલે જ સિગરેટ ના પીવો તે યોગ્ય રહેશે.

તમારા ફાટેલા હોઠ હશે તો…
કિસમાં મહત્વનો ભાગ હોઠ છે તેની જાળવણી ખુબ જરૂરી છે. એટલે જ તમે તમારા હોઠને બચાવો. અને જો તમારા હોઠ ફાટલા હશે અને કિસ કરશો તો તમારા પાર્ટનરને કિસ કરવામાં આનંદ નહી આવે અને અસંતોષ અનુભવાશે અને સાથો સાથ તમને પણ કિસના આનંદની જગ્યાએ દુખાવો થશે.

લિપસ્ટિકનો ઉપયોગ ઓછો કરો
લિપસ્ટિક એ ગર્લ્સ માટે મનગમતી વસ્તુ છે. પરંતુ તમને ખુબ ગમતી લિપસ્ટિકને કિસ કરવાની હોય ત્યારે તેને ઓછી માત્રામાં લગાવો અથવાતો ના જ લગાવો એ શ્રેષ્ઠ રહેશે. હા.. તમારા લિપસ્ટિક વાળા હોઠ તમારા પાર્ટનરને આકર્ષિત કરે છે પરંતુ અમુકને લિપસ્ટિકનો ટેસ્ટ ગમતો નથી જેથી કિસ અટકી પડે તેવું પણ બને.

કિસ કરો છો ત્યારે આક્રમક્તાને દૂર રાખો
આ પણ એક મહત્વની બાબત છે કે તમે કિસ કરો ત્યારે આક્રમક ના બનો. ગર્લ્સ મોટાભાગે નક્કી કરી જ લેતી હોઇ છે કે પાર્ટનર સાથે આગળ વધવું કે નહીં. તેવા સમયે જો તમે આક્રમક બનીને ચોટી પડશો તો બની શકે કે ત્યાં પૂર્ણ વિરામ લાગે તમારૂ પાર્ટનર અટકી જાય. કિસિંગ એક ધીરજ-ધૈર્યથી આનંદ લેવાની ઉત્તમ તક છે.

કિસ પહેલા શેવ કરવી હિતાવહ
એક સર્વેમાં જાણવા મળ્યું કે, વધુ પડતી ગર્લ્સને દાઢી વગરના સાથે કિસ કરવાનો આનંદ આવે છે એટલો દાઢીવાળા સાથે નથી આવતો. તેથી જ તમારે તમારા પાર્ટનર પાસેથી કિસની અપેક્ષા હોઇ તો ક્લિન શેવ હિતાવહ રહેશે અને કિસ ગિફ્ટમાં મળશે.

જાહેર જગ્યાઓ પર ફ્રેન્ચ કિસ ન કરવી
તમે પાર્ટનરો એકબીજામાં મશગૂલ હોઇ શકો છો પરંતુ એ ન ભૂલવું જોઇએ કે તમે ક્યાં છો અને કઇ સ્થિતિમાં છો. હા, સમય બદલાયો છે એ માની લઇએ અને વાત પણ સાચી છે કે ભારત બદલાઇ રહ્યું છે. પરંતુ એ સ્પષ્ટ જાણી લેજો કે ભારત ગમે એટલું ઉદાર બન્યું હોઇ અથવા બની રહ્યું હોઇ પરંતુ ફ્રેન્ચ કિસ ભારતમાં હાલમાં પણ જાહેરમાં સ્વિકારવામાં આવતી નથી.

સ્વાર્થી ન બનો
કિસિંગ ખૂબ જ આનંદદાયક અહલાદક અનુભવ છે. સાથોસાથ તમારા સંબંધો માટે એટલો જ સંવદનશીલ અને લાગણીશીલ પણ છે. તેથી જ્યારે કિસ કરો ત્યારે સ્વાર્થી ન બનો તો શક્ય છે તમે ભરપૂર આનંદ ઉઠાવી રહ્યા હોવ. સામેના પાત્રનું પણ વિચારવું જરૂરી છે. સામેનું પાત્ર આનંદ ન મેળવી શકતું હોઇ ત્યારે તેનું પહેલા વિચારવું જોઇએ. અને ધૈર્યથી કિસ કરવી.

You might also like