ભારતના આ 2 શહેરોમાં સૌથી વધારે વેકેશન કરવા માટે જાય છે લોકો

ભારતમાં એક-બે નહીં પરંતુ એવી ઘણી જગ્યાઓ છે જ્યાં દર વર્ષે વેકેશન માટે લોકો જાય છે. હનીમૂન માટે પણ કપલ દેશની બેસ્ટ જગ્યાઓ પર પસંદગી ઉતારે છે. જો તમે ટ્રાવેલના શોખીન છો તો આ સમાચાર તમારા માટે જ છે!

એક સમાચાર અનુસાર, ભારતમાં વેકેશન મનાવવા માટે ગોવા સૌથી વધારે પસંદ કરવામાં આવે છે. ગોવા પછી જયપુરનો નંબર આવે છે. એક ટ્રાવેલ પોર્ટલ અનુસાર, રોકાવાના ઑપ્શન્સ અને ફ્લાઇટની ટિકિટ પર મળતા ડિસ્કાઉન્ટને કારણે ભારતીયો દેશની નજીક આવેલા આંતરરાષ્ટ્રીય સ્થળો જેવા કે દુબઇ અને સિંગાપુર પસંદ કરે છે.

ટ્રાવેલ પોર્ટલે આ સર્વે પોતાના પોર્ટલ પર થયેલા બુકિંગ્સને આધારે કર્યો છે. ઓફ સીઝન અને વેકેશન દરમિયાન ડોમેસ્ટિક ફ્લાઈટ ટિકિટ અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ ટિકિટના ભાડમાં અનુક્રમે 45 અને 18 % નો તફાવત જોવા મળે છે. જે હોટલમાં રહેવાનો ખર્ચો ઓછો હોય તેના પર ભારતીયો પસંદગી ઉતારે છે. સમુદ્ર તટ કે પહાડી સ્થળોના શાનદાર દ્રશ્યો હોટલના રૂમમાંથી જોવા માટે વધુ ખર્ચ નથી કરતા.

લગભગ 47% ટૂરિસ્ટ ગોવામાં ઉનાળા વેકેશન દરમિયાન 4-5 સ્ટાર હોટલ્સમાં રહેવાનું પસંદ કરે છે. જ્યારે 62% લોકો જયપુરની વધારે બજેટવાળી હોટલ પસંદ કરે છે. ટ્રાવેલ પોર્ટલના CEO અનુસાર, સર્વેમાં બહાર આવ્યુ છે કે, ”ઉનાળા વેકેશનમાં ફરવાનું સ્થળ પસંદ કરતી વખતે લોકો હવામાનની ચિંતા નથી કરતા, ગોવા અને દુબઇ જેવી જગ્યાએ આખું વર્ષ ટૂરિસ્ટના આકર્ષણનું કેંદ્ર રહે છે.”

તેમને આગળ કહ્યુ કે, ”ઓફ સીઝન પ્રવાસ ટૂરિસ્ટ પ્લેસ પર થતી ભીડથી બચવા અને ખિસ્સા માટે પણ ફાયદાકારક હોય છે.”

You might also like