માર્ચમાં ફરવા માટે BEST છે ભારતની આ જગ્યાઓ

ફરવાની મજા ના તો ખૂબ ઠંડીમાં આવે ના તો ખૂબ ગરમીમાં આવે. આઉટિંગની મજા લેવા માંગો છો તો એના માટે સિઝન બરોબર હોવી પણ ખૂબ જરૂરી છે. માર્ચ એવો મહિનો છે જેની તમે ટ્રાવેલિંગની ખૂબ સારી રીતે મજા માણી શકો છો. તમે તમારા પાર્ટનર સાથે આ મહીનામાં ટ્રાવેલિંગની મજા લઇ શકો છો તો આજે અમે તમને એવી જગ્યાઓ માટે જણાવીશું જે આ સિઝનમાં ફરવા માટે બેસ્ટ છે.

1. કુર્ગ
કર્ણાટકનું કુર્ગ શહેર ખૂબ સુંદર છે. માર્ચમાં ફરવા માચે આ બેસ્ટ જગ્યા છે. અહીંયા લીલાછમ જંગલો, ચા ના બગીચા, પહાડો, હાઇકિંગ અને પ્રાકૃતિક નજારાની મજા લઇ શકો છો. લોકો અહીંયા ખાસ રાફ્ટિંગ માટે આવે છે.

coorg

2. હેવલોક આઇલેન્ડ
બીચ પર ફરવાની મજા લેવા ઇચ્છો છો, દરેક વખતની જેમ આ વખતે કેરલ અને ગોવા જવા ઇચ્છતા નથી તો હેવલોક તમારા માટે બેસ્ટ જગ્યા છે. અંડમાનનો હેવલોક બીચ માર્ચમાં ફરવા માટે ખૂબ જ સારી જગ્યા છે. અહીંયા સ્કૂબા ડાઇવિંગ. ટ્રેકિંગ, ગ્લાસ બોટની સવારી તેમજ સમુદ્રી જીવોને નજીકથી જોઇ શકો છો.

havelock-island

3. શિલાંગ
માત્ર ભારતના જ નહીં પરંતુ વિદેશી પર્યટકો પણ આ જગ્યા ફરવાનું પસંદ કરે છે. કુદરતી નજારો અને સુંદર સિઝનના કારણે લોકો ખૂબ પસંદ કરે છે. અહીંયા માર્ચ મહિનામાં વરસાદ ઓછો પડે છે. જેના કારણે તમે અહીંયા સારી રીતે ફરી શકો છો. એલીફન્ટ ફોલ, સ્વીટ ફોલ, લેડી હેદર પાર્ક, વાર્ડઝ ઝીલ સુંદર જગ્યાઓ છે.

shilong

4. કોડાઇકેનાલ
તમિલાનાડુમાં કોડાઇકેનાલ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન પાલી હિલની વચ્ચે વસેલું છે. માર્ચમાં અહીંની સિઝન ખૂબ જ સુંદર હોય છે. સ્ટાર ફિશના ડિઝાઇનમાં બનેલી કોડાઇકેનાલ ઝીલમાં બોટિંગ, ગ્રીન વેલીમાં ટ્રેકિંગ અને પિલર રોક્સની મજા લઇ શકો છો.

kodaikenal

5. મુન્નાર
મુન્નાર ઇડુક્કી જિલ્લામાં આવેલી છે. માર્ચમાં ફરવા માટે આ ખૂબ જ સારી જગ્યા છે. અહીંયા ચારે બાજુ હરિયાળી, ચા ના બગીચા, પ્રાચીન ઘાટીઓ અને સિઝન ટૂરિસ્ટોને આકર્ષિત કરે છે. અહીંયા તમે વોટરફોલ્સની પણ મજા લઇ શકો છો.

munnar

http://sambhaavnews.com/

You might also like