ધનતેરસઃ ખરીદી-પૂજા ગમે ત્યારે નહીં મૂર્હુત પ્રમાણે જ કરો, જાણી લો

ધનતેરસના દિવસને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આજના દિવસે સોનાની ખરીદી કરવાને શુભ માનવામાં આવે છે. આજના દિવસે ખરીદેલું સોનું ઘરમાં શુભતા લઈને આવે છે. આજના દિવસે ખરીદી કરવાથી માતા લક્ષ્મીજી અને ધનના દેવતા કુબેર પ્રસન્ન થાય છે.

ધનતેરસનો આખો દિવસ જ શુભ ગણાય છે, પરંતુ સોનાની ખરીદી કરવાનો ખાસ સમય અને મૂર્હુત હોય છે. ખાસ અને શુભ મૂર્હુતમાં ખરીદી કરવાથી ધનપ્રાપ્તિના વરદાનની પણ પ્રાપ્તિ થાય છે.

આજના દિવસે ખરીદી અને પૂજા કરવાનું શ્રેષ્ઠ મૂર્હુત
ધનતેરસના દિવસે સાંજે 7.30 થી 9.00 વાગ્યાની વચ્ચે ખરીદી કરવા માટેનો શ્રેષ્ઠ સમય છે. પૂજા માટેનો શ્રેષ્ઠ સમય પણ આ જ છે.

આ સમયમાં ખરીદી ન કરોઃ
જો તમે આઈજના દિવસે ગમે ત્યારે ખરીદી કરવાનો વિચાર કરી રહ્યા હોવ તો ટાળી દો, કારણ કે બપોરના 3.00 વાગ્યાથી 4.30 વાગ્યા વચ્ચે પૂજન અને ખરીદી માટે કોઈ શુભ મૂર્હુત નથી.

આ મંત્રોનું કરો ઉચ્ચારણઃ
– ॐ હ્રીં કુબેરાય નમઃ
– યક્ષાય કુબેરાય વૈશ્રવણાય ધન ધાન્ય અધિપતયે ધન ધાન્ય સમૃદ્ધિ મે દેહિ દાપય સ્વાહા

ધનતેરસનું મહત્વઃ
આજના દિવસે જ આયુર્વેદિક પદ્ધતિના જન્મદાતા ધનવંતરી વૈધ સમુદ્રમાંથી અમૃત કળશ લઈને પ્રગટ થયા હતા. જેથી ધનતેરસને ધનવંતરી જયંતી પણ કહેવામાં આવે છે. આજે લોકો લક્ષ્મીજીની સાથે ધનવંતરી ભગવાનની પણ પૂજા કરે છે. ઘણા લોકો આજે નવા વાસણની ખરીદી કરે છે અને તેમાં પ્રસાદ બનાવીને ભગવાન ધનવંતરીને ધરાવે છે. ધનવંતરીના પ્રગટ થયા બાદ લક્ષ્મીજી સમુદ્રમાંથી ઉતપન્ન થાય છે.

You might also like