જો તમારે સ્કીઇંગનો આનંદ લેવો હોય તો આ છે સુંદર જગ્યા…

ઉત્તર ભારતમાં ઠંડીની શરૂઆત થઇ ગઇ છે. જ્યારે મોસમની પ્રથમ હિમવર્ષાના કારણે હિમાચલ સહિત કાશ્મીરમાં સફેદ ચાદરમાં લપેટાય ગયું છે. જો તમે હિમવર્ષાનો આનંદ લેવા ઇચ્છતા હો તો હિમાચલ પ્રદેશ સહિત કાશ્મીર, ઉત્તરાખંડનો પ્રવાસ કરી શકો છે.
જો તમને એડવેન્ચર રમત રમવાનો શોખ હોય તો બરફમાં સ્કીનિંગની મજા લઇ શકો છો. ભારે માત્રામાં થયેલી હિમવર્ષા વચ્ચે સ્કીઇંગની મજા રજાઓને વધારે રોમાંચક બનાવી દેશે. તો ચાલો જાણીએ ભારતમાં કઇ-કઇ જગ્યા પર સ્કીઇંગની મજા લઇ શકો છો.

– ઉત્તરાખંડમાં આવેલ ઔલી સ્કીઇંગ માટે સૌથી લોકપ્રિય અને શાનદાર જગ્યા છે. ઋષીકેશથી અંદાજે 250 કીમી દૂર આવેલ આ જગ્યા પૃથ્વી પરના સ્વર્ગ સમાન છે. સ્કીઇંગ માટેના ઢળતા રસ્તાઓ 2500 થી 3000 મીટરની ઉંચાઇ પર છે, જેના કારણે સ્કીઇંગની મજા વધુ આવે છે.

– હિમાચલમાં આવેલ ફુકરી એક મનમોહક હિલ સ્ટેશન છે. ફુકરીની ઢળતા રસ્તાઓ પર બરફ સ્કીઇંગ કરવાનો રોમાંચ કંઇક અલગ છે. અહી સ્કીઇંગની મજા નવેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચે લઇ શકાય છે.

– પહલગામ જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાનું એક નાનકડું શહેર છે. અહીં પણ સ્કીઇંગની મજા માણી શકો છો. અહી આવવા માટેનો સૌથી સારો સમય ડિસેમ્બરથી માર્ચ છે.

– હિમાચલ પ્રદેશનું ખૂબસુરત શહેર મનાલીની પાસે આવેલ સોલંગ ઘાટીમાં શિયાળામાં ઘણી જગ્યાઓ પર વિન્ટર સ્પોર્ટસ એકિટિવીટીનું આયોજન કરવામાં આવે છે.જેમાં સ્કી અને સ્કેટીંગનો સમાવેશ થાય છે.

You might also like