વ્રતમાં બસ આ એક ગ્લાસ શેક આપશે ફૂલ એનર્જી

સામગ્રી

5-7 નંગર ખજૂર

5 નંગ કાજૂ

1 ઇલાયચી

250 ગ્રામ દૂધ

2-3 બરફના ટૂંકડા

બનાવવાની રીતઃ સોથી પહેલાં ખજૂરને ધોઇને સાફ કરો. તેમાંથી બીજ કાઢી અને નાના નાના ટૂંકડા કરો. કાજુના પણ નાના નાના ટૂંકડા કરો. ઇલાયચીને ખાંડીને તેનો પાવડર બનાવો. હવે મિક્ચર જારમાં ખજૂર અને દૂધ એડ કરીને મિક્ચરમાં ગ્રાઇન્ડ કરી લો. હવે વધેલું દૂધ અને ઇલાયચી પાવડર એડ કરીને બરોબર મિક્સ કરો. બરફાના ટૂંકડા એડ કરીને ફરી એક વખત તેને ગ્રાઇન્ડ કરી લો. તૈયાર ખજૂરના શેકને ગ્લાસમાં નિકાળી તેને કાજૂના ટૂંકડાથી ગાર્નિશ કરીને સર્વ કરો.

You might also like