લાંબી મુસાફરી દરમિયાન તમારા સ્માર્ટફોનને ચાર્જ રાખશે આ Power Bank…!

નવી દિલ્હી: અત્યારના સમયમાં સ્માર્ટફોનની બેટરી સ્માર્ટફોન યૂજર્સની સૌથી મોટી સમસ્યાઓમાંની એક છે. પરંતુ જો સ્માર્ટફોનને એક સારા પાવર બેંકનો સાથ મળી જાય તો આ સમસ્યા ગાયબ થઇ શકે છે. સ્માર્ટફોન અને ટેબલેટ યૂજર્સ માટે પાવર બેંક એક સારો વિકલ્પ છે.

ઘરેથી બહાર નિકળતાં ચાર્જરની મદદથી ફોનને ચાર્જ કરવો થોડું મુશ્કેલ બની જાય છે. પરંતુ ચાર્જિંગ ડિવાઇસ તમારા ગેજેટને દરેક કામ માટે તૈયાર રાખે છે. ફોનમાં કોઇ જરૂરી મેલ ચેક કરવો કે મુસાફરી દરમિયાન મ્યૂઝિકનો આનંદ માણવો હોય. ફોનની બેટરીની જરૂરિયાત પડે છે. તેના પાવર બેંક તમારા કામને સરળ કરી શકે છે.

તો ચાલો તમને જણાવીએ 10,000 mAh કેપેસિટી તથા તેનાથી વધુ કેપેસિટીવાળા 5 પાવર બેંક જે બની શકે છે તમારા સ્માર્ટફોન માટે સારા સાથી.

શ્યાઓમી mi પાવર બેંક
શ્યાઓમી mi પાવર બેંક Li-ion બેટરી સેલ્સ સાથે આવે છે. આની કેપેસિટી 10,400mAh ની છે.

આસુસ જેનપાવર
આસુસ જેનપાવર ઓછા વજનવાળું પાવર બેંક છે. તેનું વજન માત્ર 215 ગ્રામ છે. આ ક્રેડિકા કાર્ડ જેટલું છે. 10,050mAh બેટરીવાળું આ પાવર બેંક તમારા સ્માર્ટફોનને એકસ્ટ્રા બેટરી આપે છે.

વનપ્લ્સ પાવર
બેંક વનપ્લસ પાવર બેંક 10,000mAh કેપેસિટીનું પાવર બેંક છે. તેમાં એક સાથે બે ડિવાઇસને ચાર્જ કરી શકાય છે.

હુવાવે ઓનર
એપી007 હુવાવેનું પાવર ઓનર એપી007ની કેપેસિટી 10,400mAh છે. જે તમારા સ્માર્ટફોનને 3 થી 4 વખત ચાર્જ કરી શકે છે.

PNY BE-740
PNY BE-740ને એ પ્રકારે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે તેને કેરી કરવામાં સરળતા રહે. આની કેપેસિટી 10,400mAh ની છે.

You might also like