એક વાર અચૂકથી લો મુલાકાત ગંગટોકની, જે અહેસાસ કરાવશે ‘સ્વિટ્ઝરલેન્ડ’નો

ગંગટોકઃ દુનિયાભરમાં સિક્કિમ પોતાની સ્વચ્છતાને લઇ ખૂબ જ સુપ્રસિદ્ધ છે. અહીંનાં રસ્તાઓ, બિલ્ડીંગો અન્ય જગ્યાઓનાં મુકાબલે ઘણું જ સુંદર દેખાય છે. પર્યટનનાં આશયે અહીં સિક્કિમની રાજધાની ગંગટોક હરવા-ફરવાને લઇ ખૂબ જ સુંદર જગ્યા કહેવાય છે.

જો તમે પણ હરવા-ફરવાનાં ખૂબ જ શોખીન હોવ તો એક વાર તમે ગંગટોક જરૂરથી જઇ આવો. ગંગટોકની સુંદરતાને જોઇને જ એ વાતનો અંદાજો તમે લગાવી શકો છો કે આ જગ્યાને કાશ્મીર બાદ હવે ધરતીનું બીજું સ્વર્ગ કહેવામાં આવે છે.

અહીંયા આ જગ્યા પર કેટલાંય 100 વર્ષો જૂની વિશ્વપ્રસિદ્ધ મોનેસ્ટ્રીઝ આવેલ છે. અહીં બૌદ્ધ ધર્મ શીખવા અંગે સૌથી મોટું સેન્ટર પણ આવેલ છે. જેથી જેને જોવાં માટે અને અહીં શિક્ષા પ્રાપ્ત કરવા માટે લોકો દૂર-દૂરથી આવે છે. આનાં સિવાય અહીં આપ હિમાલયન ઝૂલોજિકલ પાર્કમાં તમે જંગલ જેવો પણ મહેસૂસ કરી શકશો.

પહાડોનાં શહેર ગંગટોકમાં આપ અનેક પહાડોનાં નજારાઓને રોપ-વેથી પણ જોઇ શકો છો. અહીં તમે ટ્રેકિંગ, માઉનટેનિયરિંગ, રિવર રોફ્ટિંગ અને બીજી અન્ય રમતોની પણ મજા લઇ શકો છો. ત્યાં જ તમે ન્યૂ પોઇન્ટથી લગભગ 7 કિ.મી દૂર ભગવાન ગણેશનું મંદિર છે. જેને ગણેશ ટોક પણ કહેવામાં આવે છે.

પરંતુ જો આપને સિક્કિમનાં સ્થાનીય કપડાંઓ અને બીજો અન્ય સામાન ખરીદવો છે તો આપ મોનેસ્ટ્રીઝની પાસે જોવાં મળેલ બજામાં ખૂબ જ સારી રીતે ખરીદી કરી શકો છો.અહીં તમે કલાકૃતિઓવાળી મૂર્તિઓ, તસ્વીરો અને સજાવટવાળો સામાન પણ આસાનીથી ખરીદી શકો છો.

ગંગટોક ફંબ્રોગ વન્યજીવ અભ્યારણ્ય ગંગટોકથી 25 કિ.મી દૂર આવેલ છે. અહીં રોડોડ્રેડોન, ઓક કિંબૂ, ફર્ન, વાંસ આદિથી ઘેરાયેલ આ જંગલ છે તો સાથે અહીં અનેક પ્રકારનાં વિવિધ જાતભાતનાં પક્ષીઓ પણ વસવાટ કરે છે. આ અભ્યારણ્યમાં પક્ષીઓ અને પતંગિયાઓની અનેક પ્રજાતિઓ આવેલ છે. ગંગટોકથી 24 કિ.મીનાં અંતરે રૂમટેક મઠ આવેલ છે.

ગંગટોક કઇ રીતે જઇ શકાયઃ
વાયુ માર્ગઃ ગંગટોકથી 125 કિ.મી.નાં અંતરે આપ બાગડોગરા એરપોર્ટ આવેલ છે. દિલ્હી, કલકત્તા અને ગુવાહાટીથી અહીં આવવા માટે આપને માટે અનેક ફ્લાઇટ ઉપલબ્ધ છે. ગંગટોક બાગડોગરાથી હેલિકોપ્ટરની સુવિધા પણ આપનાં માટે ઉપલબ્ધ છે.

રેલ્વે માર્ગઃ ગંગટોકનું સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન ન્યૂ જલપાઇગુડી છે. સાથે જ સિલીગુડી, ક્લિપોંગ અને ગંગટોકથી તમે બસ અથવા પ્રાઇવેટ ટેક્સીની સુવિધા પણ પ્રાપ્ય છે.

You might also like