ગરમીની ઋતુમાં રજાઓની મજા માણવા જાઓ આ સુંદર સ્થળોએ

તમે સૌ કોઇ જાણો છો કે હવે ગરમીની ઋતુની શરૂઆત થઇ ગઇ છે. જેને લઇ આ વખતે ઉનાળાની ગરમીથી બચવા અને રિલેક્સ થવા માટે કૂલ જગ્યાઓ પર આપ સૌ કોઇ જવાનું પસંદ કરતા હશો.

ત્યારે એમાં જ્યારે ખાસ કરીને બાળકોની રજાઓ આવે ત્યારે તો બાળકો પણ પોતાની રજાઓને માણવા માટે પહાડોવાળા સુંદર રમણીય સ્થળો તેમજ બિલકુલ કુલ જગ્યાઓ કે જ્યાં ઠંડીની માત્રા વધારે પ્રમાણમાં જોવા મળતી હોય ત્યાં જવાનું તેઓ વધારે પસંદ કરતા હોય છે.

જેથી આજે અમે આપને ભારતની કેટલીક એવી જગ્યાઓ વિશેની વાત કરીશું કે જ્યાં આપ વેકેશનને માણવાની સાથે સાથે ઠંડકનો પણ અહેસાસ કરશો. તો આવો આજે આપણે જાણીએ કેટલીક એવી જગ્યાઓ વિશે કે જ્યાં જઇને આપ મનની શાંતિ તેમજ એક પ્રકારની ઠંડકનો વધારે અહેસાસ કરશો.

ઔલી, ઉત્તરાખંડઃ
ઔલી ઉત્તરાખંડનો જ એક ભાગ છે. આ જગ્યા વધારે શાંતિપ્રિય અને આનંદદાયક હોવાંથી પર્યટક અહીં એપ્રિલથી ફરવા માટે આવી જતા હોય છે. ચારે બાજુ બરફથી ઢંકાયેલ રહેવાને કારણે અહીંનું તાપમાન 7થી 17 ડિગ્રી રહેતું હોય છે. જેથી આ જગ્યા આપની માટે વેકેશનને માણવા માટેની ઉત્તમ જગ્યા છે.

પંચમઢી, મધ્યપ્રદેશઃ
મધ્યપ્રદેશનાં હોશંગાબાદ જિલ્લામાં સ્થિત પંચમઢી મધ્ય ભારતની સૌથી સુંદર જગ્યાઓમાંની એક જગ્યા છે. આ જગ્યા ચારે બાજુથી પહાડો અને ઘટાદાર વૃક્ષોનાં જંગલોથી ઘેરાયેલ છે. અહીં જોવા માટેનાં રમણીય સ્થળોમાં ઘણી બધી ગુફાઓ, જંગલ અને બૈમ્બૂ ફોરેસ્ટ પણ આવેલ છે. ગરમીની ઋતુમાં અહીં આપ જો ફરવાનો પ્લાન કરો તો આપનાં વેકેશનની રજાઓ ખૂબ જ રોમાંચક બની જશે.

મૉન, નાગાલેન્ડઃ
જો આપ ગરમીઓની રજાઓમાં ફરવાનો પ્લાન ઘડી રહ્યાં છો તો નાગાલેન્ડનાં મૉનમાં ફરવાનો પ્લાન બનાવો. અહીં એપ્રિલનાં પહેલા સપ્તાહમાં નવા વર્ષનું સ્વાગત એલેઆન્ગ ફેસ્ટિવલ કોન્યાક નાગાને ઉજવીને કરવામાં આવે છે. જેમાં ડાન્સ, મ્યૂઝિક તેમજ અનેક પ્રકારની રમતોનું આયોજન કરવામાં આવે છે.

સારાહાન, હિમાચલ પ્રદેશઃ
ફરવા માટે આપ એપ્રિલ માસમાં સારાહાન ફરવા જાઓ. હિમાચલ પ્રદેશમાં આવેલ આ જગ્યા ચારે બાજુએ પહાડોથી ઘેરાયેલ છે. અહીં એક પાર્ક એવો પણ આવેલ છે કે જે પક્ષીઓનાં બ્રિડિંગ માટે ઘણી સુપ્રસિદ્ધ છે. અહીં દરરોજનાં દિવસે પ્રવાસીઓની ભારે ભીડ લાગેલી રહે છે.

કદમત આઇલેન્ડ, લક્ષદ્રીપઃ
કદમત આઇલેન્ડની નેચરલ બ્યૂટી જોવામાં ઘણી જ આકર્ષક છે. લક્ષદ્રીપનાં 3.12 સ્ક્વેયર કિ.મીનાં એરિયામાં ફેલાયેલ ઘણો નાનો આયલેન્ડ છે. અહીં આવનાર ટૂરિસ્ટને ડ્રાઇવિંગ, સ્નોકર્લિંગ અને સ્વીમિંગ જેવી અનેક સુવિધાઓ અહીં આપવામાં આવે છે.

દાર્જિલિંગ, પશ્ચિમ બંગાળઃ
દાર્જિલિંગ શહેર પશ્ચિમ બંગાળમાં આવેલ ખૂબ જ સુંદર અને રોમાંચિત જગ્યા છે. અહીં થનારી ચાની ખેતી પૂરી દુનિયામાં પ્રસિદ્ધ છે. વરસાદની ઋતુમાં પણ અહીં અનેક લોકો ફરવા માટે આવતા હોય છે. અહીં આપ ટૉય ટ્રેનનો પણ આનંદ ઉઠાવી શકો છો.

You might also like