એડવેન્ચર પસંદ છે, તો બાઇકર્સ માટે છે દેશની આ જગ્યાઓ જોરદાર

આપણા દેશમાં ઘણા બધા લોકો એવા હોય છે જે લોકાને બાઇક ચલાવવાનો ખૂબ જ શોખ હોય છે. અને દેશમાં વિવિધ જગ્યાઓએ ફરવા માટે તેમના બાઇકનો ઉપયોગ કરે છે. આજે અમે તમને એવી જ કેટલીક જગ્યાઓ માટે કહેવા જઇ રહ્યા છીએ જે એડવેન્ચર લવર્સને પસંદ પડશે.

1. ખારડૂંગલા રોડ થી લેહ લદાખની સફર
જો તમે ખરેખર બાઇકના જૂનૂની છો તો બાઇક ચાલુ કરો અને નિકળી પડો ખારડૂંગલા રોડથી લેહ લદાખની સફર પર. આ સફરમાં આસપાસની પ્રકૃતિ અને વળાંક વાળા રસ્તા તમને પાગલ બનાવી દેશે. ચારે બાજુથી ઘેરાયેલા પહાડોથી ઘેરાયેલો આ પાસ એની ઊંચાઇ માટે ખૂબ જ જાણીતો છે. એના પરથી પસાર થતાં તમને સુંદર નજારો જોવા મળશે. અહીંયા જવાનો સૌથી સારો સમય એપ્રિલથી ઓગસ્ટની વચ્ચે છે.

khardungla-pass

2. સ્પીટી વેલી
સ્પીટી વેલી લદાખથી નજીક જ છે. બાઇક પર સ્પીટી વેલી જતાં રાજા, ટેબો, સ્પીટી અને પીન વેલી જેવી સુંદર જગ્યાઓ જોવા મળે છે. અહીંયા બરફથી ઢંકાયેલા મંદિરો જોઇને તમને શાંતિનો અનુભવ થશે. અહીંયા જવાનો સૌથી સારો સમય એપ્રિલથી ઓક્ટોબર સુધી માનવામાં આવે છે.

spliti-vbelly

3. વાલપરાઇ અને વાઝાચલ ફોરેસ્ટ
કેરલ અને તમિલનાડુની વચ્ચે પસાર થતો આ રસ્તો તમિલનાડુના પોલાચીને કેરલાનના ચાલાકુડીને જોડે છે. અહીંયા જંગલોમાંથી પસાર થવું પડે છે. આ વિસ્તારમાં વરસાદ ખૂબ જ પડે છે. જેના કારણે રસ્તામાં નાના વોટર ફોલ પણ જોવા મળે છે.

keral

4. મુંબઇ થી ગોવા
મુંબઇથી ગોવાનો રસ્તો અમેરિકાના 101 હાઇવેથી ઘણો મળતો આવે છે. આ રસ્તાને દેશમાં દરિયાઇ વિસ્તારમાં બાઇક ચલાવવા માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. 10 કલાકની આ એડવેન્ચર સફરમાં બાઇક ચલાવવાના શોખીન ખૂબ જ એન્જોય કરી શકે છે. અહીંયા બાઇક ચલાવવાની સૌથી વધારે મજા ઓક્ટોબરથી ફેબ્રુઆરીની વચ્ચે સારો હોય છે.

mumbai-to-goa

5. વેસ્ટર્ન અરુણાચલ પ્રદેશ
હિમાલયના ઊંચા પહાડોને જોતાં બાઇક ચલાવવો ખૂબ જ જોરદાર અનુભવ સાબિત થઇ શકે છે. અહીંયા રસ્તા સારા નથી પરંતુ પસાર થવું એક રોમાંચક અહેસાસ કરાવે છે. બરફથી ઢંકાયેલા પહોડામાંથી પસાર થઇને આદિવાસી અને જનજાતીય સંસ્કૃતિ અને એમની જીવનશૈલીનો અનુભવ કરી શકો છો.

arunachal

6. દાર્જિંલિંગ થી સિક્કિમ
બરફની ચાદરથી ઢંકાયેલું દાર્જિલિંગ અને બૌદ્ધ સંસ્કૃતિનો ગંગા જમુની નજારો પ્રસ્તુત કરે છે. અહીંયાથી કંચનજંઘાના પરવ્તો પણ જોઇ શકાય છે. આખા વર્ષમાં તમે ગમે ત્યારે અહીં જઇ શકો છો.

dargiling

7. અમદાવાદ થી કચ્છ
રાજસ્થાનથી ગુજરાત બહું દૂર નથી., એટલા માટે આ રસ્તાની તમે બાઇક પર મજા લઇ શકો છો. ચારે બીજુ સફેદ ચાદરની જેમ ફેલાયેલી રેતી તમને અલગ રોમાંચથી ભરી દેશે. અહીંયા રાતના સમયે બાઇક ચલાવવું ખૂબ જ સારું લાગે છે. અહીંયા જવાનો સૌથી સારો સમય ડિસેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચે છે.

kutch

http://sambhaavnews.com/

You might also like