2000ની નોટ ભારતનાં ઇતિહાસની સૌથી મજબુત નોટ હોવાનો દાવો

અમદાવાદ : 2000ની નવી નોટ બજારમાં આવી ચુકી છે. જો કે આ નોટ અંગે પહેલા પણ ઘણી અફવા ફેલાઇ ચુકી છે. સાથે સાથે આ નોટો અંગે હાલમાં પણ કેટલાય વાદ વિવાદ ચાલી રહ્યા છે. કોઇ કહી રહ્યું છે નોટનો કલર જાય છે. તો કોઇ કહી રહ્યું છે જીપીએસની ચીપ લગાવેલી છે.

જો કે આ તમામ વિવાદો વચ્ચે કેટલાક વીડિયો પણ વાઇરલ થઇ રહ્યા છે. જેમાં નોટ પર આત્યાંતિક ટેસ્ટ કરવા છતા પણ નોટ અડીખમ ઉભેલી જોવા મળે છે. આ ટેસ્ટમાં નોટને સતત 3 કલાક સુધી પાણીમાં પલાળી રાખવા છતા પણ નોટ પર કોઇ અસર થઇ નહોતી અને નોટમાંથી કોઇ કલર પણ ઉખડ્યો નહોતો. જેના કારણે નોટ અત્યાર સુધીની નોટની હિસ્ટ્રીની સૌથી સફળ નોટ પણ ગણાવાઇ રહી છે.

You might also like