આંખો પરથી ચશ્મા દૂર કરવા ઇચ્છો છો તો કરો આ ચીજોનું સેવન

જો તમે પણ લાંબા સમયથી તમારી આંખો પરના ચશ્મા દૂર કરવા માંગો છો તો તેના માટે તમારે ડોક્ટપ પાસે અથવા મોંઘા ઉપચાર કરાવવાની જરૂર નથી. પોષ્ટિક ખાવા પીવાનું અને જીવનશૈલીમાં ફેરફાર કરીને તમે તમારી આંખોને સ્વસ્થ કરી શકો છો.

1. ગાજર
કેટલાક સમયથી સાંભળતા આવ્યા છીએ કે ગાજર આંખો માટે ઘણા સારા હોય છે, જે હકીકતમાં 100% સાચી વાત છે. પરંતુ આ સમય ફક્ત સાંભળવાનો નહીં પરંતુ તેને અપનાવવાનો છે. ગાજરને તમારી રૂટિન લાઇફમાં સમાવેશ કરીને આંખો પર લાગેલા ચશ્માને દૂર કરી શકો છો. તેમાંથી મળતા વિટામીન આપણી દ્રષ્ટિ માટે ખૂબ લાભદાયક છે.

2. પત્તા વાળા શાકભાજી
લૂટીન અને જિયાક્સથીન આપણી આંખો માટે ઘણા સારા હોય છે અને તેનો પ્રમુખ સ્ત્રોત લીલા શાકભાજીમાં છે. આ આપણી આંખોને શક્તિ આપીને દ્રષ્ટિને
સારી કરે છે.

3. ઇંડા
ઇંડામાં લૂટીન, જિયાક્સથીન અને ઝિંક ઉચ્ચ પ્રમાણમાં હોય છે, જે આપણી આંખોને સ્વસ્થ બનાવવા માટે મદદરૂપ થાય છે.

4. જાંબુ
જાંબુમાં વિટામીન સીનું પ્રમાણ વધારે હોય છે. આ આંકોની સુરક્ષા કરે છે. સાથે મોતિયો થવાનું પણ જોખમ ઘટાડે છે.

You might also like