ધોનીમાં નથી રહી પહેલા જેવી વાત? આંકડા જુઓ

ઈંડિયન પ્રીમિયર લીગ (IPL)ના 11માં સત્ર ભારતીય ખેલાડી એમએસ ધોનીની જોરદાર બેટિંગ જોઈને લાગ્યું કે ફરી એક વાર તે પોતાની જૂની લય પર આવી ગયો છે. ક્રિકેટ નિષ્ણાતો પણ તેના વખાણ કરતા થાકતા ન હતાં, પરંતુ લગભગ બે મહિના પછી, તેમની નિવૃત્તિ અંગે ચર્ચા કરવાનું શરૂ કર્યું. મેદાનમાં હૂટીંગ પછી, સોશ્યિલ મીડિયા પણ હલચલ મચી ગઈ હતી. કેપ્ટન કોહલી, કોચ રવિ શાસ્ત્રીએ અને મદદનીશ કોચ સંજય બાંગર તેનો બચાવ કરવા વચ્ચે પડ્યા હતા.

ઈંગ્લેન્ડના પ્રવાસ પર ધોની સંપૂર્ણ રીતે ફ્લોપ રહ્યો હતો, જેના માટે તે ઓળખાય છે. છેલ્લાં 12 મહિનાની તેની કામગીરી વિશે વાત કરીએ તો સરેરાશ ભલે 50 રહ્યું પરંતુ સ્ટ્રાઇક રેટ ખરાબ રીતે ઘટી હતી. તે બંને ઓવરઓલ કારકિર્દીમાં સૌથી ઓછી છે. બીજી બાજુ, વિકેટ-કિપર બેટ્સમેન બટલર, ટેલર અને ડે કોકનું પ્રદર્શન તેના કરતા વધુ સારું રહ્યું હતું.

IPlમાં વિસ્ફોટક પારી રમ્યા પછી ધોની ઈંગ્લેન્ડ આવ્યો હતો અને તેણે 2 વન-ડેમાં બેટિંગ કરી હતી. તેને બંને મેચોમાં ખુબ ધીમી બેટિંગ કરી હતી. પરિણામ એ હતું કે ભારત હાર્યું અને લોકોએ ધોનીની ટીકા કરવાનું શરૂ કરી દિધું.

જ્યારે કેપ્ટન વિરાટ ખુલ્લેઆમ પોતાના વરિષ્ઠ બેટ્સમેનની તરફેણમાં બોલ્યો હતો, ત્યારે ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ એક ટિપ્પણી કરી હતી અને ધોનીને સલાહ આપી હતી.

જો કે બેટિંગમાં ધોની ફ્લૉપ રહ્યો હતો, તેમ છતાં તેની વિકેટ કીપિંગ અને વ્યૂહરચનાના સંદર્ભમાં તે ખુબ સારું રમ્યો હતો. વર્તમાન રાઉન્ડમાં શ્રેષ્ઠ કેપ્ટરોથી ડીઆરએસ અને વ્યૂહરચનાના પગલે તે આગળ છે. કદાચ એવું કહેવાય છે કે ભારતીય ક્રિકેટમાં હજુ પણ ધોનીની જરૂર છે.

Janki Banjara

Recent Posts

ઈન્દ્રપ્રસ્થ ટાવરના દસમા માળેથી અજાણ્યા યુવકે મોતની છલાંગ લગાવી

શહેરના ડ્રાઇવઇન રોડ પર આવેલા ઇન્દ્રપ્રસ્થ ટાવરમાં આજે વહેલી સવારે એક યુવકની લાશ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ…

1 min ago

મમતા દીદી દર વર્ષે મને એક બે કુરતાં, બંગાળી મીઠાઈ મોકલાવે છે: PM મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બોલિવૂડના જાણીતા અભિનેતા અક્ષયકુમાર સાથે બિનરાજકીય અને એકદમ હટકે કરેલા સંવાદમાં અનેક રસપ્રદ વાતો જણાવી હતી.…

10 mins ago

રોહિત શેખરની હત્યાનો કેસ ઉકેલાયોઃ પત્ની અપૂર્વાએ ગુનો કબૂલી લીધો

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ચાર વખત યુપી અને ઉત્તરાખંડના મુખ્યપ્રધાન રહી ચૂકેલા નારાયણ દત્ત તિવારીના પુત્ર રોહિત શેખર તિવારીની હત્યાનો…

15 mins ago

માલેગાંવ બ્લાસ્ટમાં પ્રજ્ઞા ઠાકુર વિરુદ્ધ પર્યાપ્ત પુરાવા ઉપલબ્ધ નથીઃ NIA

વર્ષ ર૦૦૮માં થયેેલા માલેગાંવ બોમ્બ બ્લાસ્ટ કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)એ સ્પષ્ટ કર્યું છે કે આરોપી પ્રજ્ઞા ઠાકુર વિરુદ્ધ પર્યાપ્ત…

21 mins ago

દેશદ્રોહીને છોડાશે નહીં, તેમને ફાંસીએ લટકાવી દેવામાં આવશેઃ ઉદ્ધવ ઠાકરે

શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું છે કે ભાજપ અને શિવસેના જો એકબીજા સામે લડતા રહેત અને સંગઠિત ન થાત તો…

25 mins ago

ભૂકંપના ત્રણ ઝટકાથી નેપાળ ધ્રૂજ્યુંઃ રિક્ટર સ્કેલ પર ૫.૨ની તીવ્રતા

નેપાળ સહિત ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં આજે સવારે એક પછી એક એમ ત્રણ ભૂકંપના ઝટકા અનુભવ્યા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર…

27 mins ago