બેસ્ટના ૩૬ હજાર કર્મચારીઓની હડતાળથી મુંબઈગરાઓ મુસીબતમાં

મુંબઈ: મુંબઈમાં ગઈ કાલ મધરાતથી જ બેસ્ટના લગભગ ૩૬ હજાર કર્મચારીઓ અનિશ્ચિત મુદતની હડતાળ ઉપર ઊતરી જતાં આજે રક્ષાબંધનના દિવસે જ મુંબઈગરાઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. મુંબઈમાં લોકલ ટ્રેન બાદની બીજી મોટી ટ્રાન્સપોર્ટેશન સુવિધા એટલે કે બેસ્ટની સેવા બંધ થઈ જતાં આજે અનેક મુંબઈગરાઓને મુસીબતમાં મુકાવાનો વારો આવ્યો છે.

ગઈ કાલ રાતથી જ આ રીતે એકાએક બેસ્ટની બસ સેવા ઠપ થઈ જતાં મુંબઈમાં દરરોજ આ સેવાનો લાભ લેતા ૩૦ લાખ યાત્રિકો પર તેની સીધી અસર પડે તેમ છે. આજે રક્ષાબંધન પર્વના દિવસે જ મુંબઈની બેસ્ટ સેવા બંધ થઈ જતાં ૩૦ લાખ યાત્રિકોને ઓટોરિક્ષા અને ટેક્સીની સેવાનો લાભ લેવો પડશે, કારણ કે બેસ્ટ યુનિયનના અધ્યક્ષને મેયર, બીએમસીના કમિશનર અને ઉદ્ધવ ઠાકરે સાથે બેઠક યોજાઈ હતી, પરંતુ આ મામલે કોઈ સમાધાન નહિ થતાં આખરે કર્મચારીઓએ હડતાળ પર જવાનો નિર્ણય કર્યો હતો. બેસ્ટની આ હડતાળમાં ૧૧ યુનિયનના લગભગ ૩૬ હજાર કર્મચારી સામેલ છે. બેસ્ટની આ રીતે આકસ્મિક હડતાળ પડતાં મંુબઈગરાઓએ હવે ઓટોરિક્ષા અને ટેકસીની સેવા જ લેવી પડે તેમ છે.

You might also like