કર્ણાટકના આ એડવેન્ચર પ્લેસ વિશે જાણીને તમે જાતને રોકી નહી શકો

મોટાભાગે લોકો એવી જગ્યા પર જવાનું પસંદ કરે છે જ્યાં તેમના મિત્રો સાથે મસ્તી કરે અને સાથે ઘણી બધી યાદો ભેગી કરી શકે. પોતાની જાતને ટેન્શનથી દૂર રાખવાનો તેના માટે ટ્રાવેલિંગ એક સારો રસ્તો છે. જો તમે તમારા રોજિંદા કામકાજથી પરેશાન છો તો ક્યાંક ફરી આવો. ટ્રાવેલિંગ કરવાથી તમે નેચર અને સુંદરતાની વધારે નજીક જશો. ભારતમાં એવા ઘણા લોકો છે કે  જેમને એડવેન્ચર કરવાનું ખૂબ પસંદ છે. તો આવો જણાવીએ દક્ષિણ ભારતમાં એવી કેટલીક એડવેન્ચર જગ્યાઓ આવેલી છે જે જાણીને તમે તમારી જાતને ત્યાં જતાં રોકી શકશો નહીં.

દાંદેલી
કર્ણાટકની કાળી નદી પર દાંદેલી નામની જગ્યા આવેલી છે અને આ જગ્યા વોટર રાફ્ટિંગ માટે સૌથી સારી જગ્યા છે. આ જગ્યા પર તમારી હેલ્પ કરવા માટે એક ગાઇડ હોય છે. જેથી જે લોકોને સ્વિમિંગ આવડતું હોય નહીં તે લોકો માટે પણ સેફ છે. આ જગ્યા પર જવાનો સૌથી સારો સમય માર્ચથી મે સુધીનો છે.

મુરદેશ્વરા
મુરદેશ્વરા ફક્ત શિવ મંદિર માટે નહીં પરંતુ એડવેન્ચર સ્પોર્ટ માટે પણ ફેમસ છે. પેરાસિલિંગ, કાયાકિંગ, જેટસ્કિંગ, સ્કુબા ડાઇવિંગ અહીંના ફેમસ એડવેન્ચર સ્પોર્ટ છે. આ જગ્યા પર જવા માટે સૌથી સારો સમય ડિસેમ્બરથી જાન્યુઆરી સુધી છે.

નાગરહોલે
કર્ણાટકમાં નાગરહોલે નેશનલ પાર્ક એક સૌથી સારી વાઇલ્ડલાઇફ ડેસ્ટિનેશન છે. નાગરાનો અર્થ સાપ અને હોલનો અર્થ નદી થાય છે. આ નામ એટલે આપવામાં આવ્યું છે કે ત્યાંની વહેતી નદી સાપ જેવી દેખાય છે. આ વાઇલ્ડ લાઇફ સફારી માટે ફેમસ છે.

રામનગરા
રામનગરા બેંગલોરથી 50 કિલોમીટર દૂર આવેલું છે અને તમને આ જગ્યા પર ઘણાં પહાડો જોવા મળશે. તેમાથી અમુક પહાડો રોક ક્લાઇમ્બિંગ માટે ખૂબ મજાના છે. રામનગરા એક મોટી ફેમસ ફિલ્મ લોકેશન પણ છે, જ્યાં ફેમસ ફિલ્મ શોલેનું શુટિંગ થયું હતું.

ભીમેશ્વરી
ભીમેશ્વરી ફિશિંગ અને એડવેન્ચર માટે ફેમસ છે. આ જગ્યા પર ટૂરિસ્ટ ઘણા બધા એડવેન્ચર સ્પોર્ટસ ટ્રાઇ કરી શકે છે. અહીંયા કાયાકિંગ, રાફ્ટિંગ અને રોપ વોક સૌથી ફેમસ છે. અહીંયા ફરવા જવા માટેનો સારો સમય ઓગસ્ટથી ફેબ્રુઆરી સુધી છે.

You might also like