બેસન છે વાળ માટે ફાયદાકારક

પહેલાના સમયમાં મહિલાઓ બેસનનો ઉપયોગ પોતાના ચહેરા પર કરતી હતી. બેસનમાં ઘણા એવા ગુણો હોય છે જે તમારી સ્કીન સંબંધિત પરેશાનીઓને દૂર કરી શકે છે. બેસન અમારી સ્કીનની સાથે સાથે આ વાળ માટે પણ ખૂબ ફાયદાકારક છે આજે અમે તમને જણાવીએ છીએ કેવી રીતે બેસનનો ઉપયોગ વાળને સુંદર બનાવવા માટે કરવામાં આવે છે.

1. બે ચમચી બેસન, 1 ઇંડુંનો સફેદ ભાગ, 1 ચમચી લીંબૂ અને થોડું મધ મિક્સ કરીને વાળમાં લગાવો. સૂકાઇ ગયા બાદ તેને ધોઇ નાંખો. આ હેર માસ્કને લગાવવાથી વાળમાં ચમક આવે છે.

2. બેસન અને દહીં મિકસ કરીને વાળના મૂળમાં લગાવો અને અડધો કલાક પછી વાળ પાણીથી ધોઇ નાંખો. આ માસ્ક વાળમાં મજબૂતી લાવે છે.

3. લાંબા વાળ માટે બેસનમાં બદામ પાઉડર, લીંબૂનો રસ, મધ અને દહીં મિક્સ કરીને તમારા વાળમાં લગાવો, સૂકાઇ ગયા બાદ વાળ ધોઇ નાંખો.

4. સ્પીલિટન્સ વાળની સમસ્યાથી છુટાકરો મેળવવા માટે બેસનમાં જૈતૂનના તેલ મિક્સ કરીને વાળમાં લગાવો અને થોડાક કલાક બાદ વાળને ધોઇ નાંખો.

http://sambhaavnews.com/

You might also like