પંક્ચરની દુકાનોવાળા રોડ પર નાખતા ખીલા : એન્જિનિયરે ચાલુ કર્યું અભિયાન

બેંગ્લોર : તમારી બાઇક વારંવાર પંક્ચર થઇ જતું હોય તો સામાન્ય રીતે તમે પંકચર કરાવીને વાત ભુલી જતા હો છો. પરંતુ બેંગ્લોરનાં એક એન્જિનિયરનું બાઇક વારંવાર પંક્ચર થઇ જતું હતું. જેથી તેણે અન્ય લોકોનો પણ વિચાર કરીને આ સમસ્યાનો અંત લાવવાનો નિર્ણય કર્યો હતો. આ એન્જિનિયર હવે પોતાનાં ફાજલ સમયમાં બેંગ્લોરનાં રસ્તા પરથી ખીલીઓ વિણવાનું કામ કરે છે. જેબાલકુમાર અત્યાર સુધીમાં 40 કિલો જેટલી નાની મોટી ખીલીઓ ભેગી કરી ચુક્યા છે.

2012માં જેબલકુમાર પહેલીવાર બેંગ્લોર આવ્યા હતા. 44 વર્ષનાં જેબાનીની બાઇક ઓફીસ જતા વારંવાર પંક્ચર થતી હતી. જેનાં કારણે તેમણે રિંગરોડ અને તેની આસપાસનાં વિસ્તારમાં થતા વારંવાર પંક્ચર પર તેમણે ધ્યાન આપ્યું. જેબાકુમારે જોયું કે આ પંક્ચર તેવા સમયે જ પડતું હતું જ્યારે આસપાસમાં કોઇ પંક્ચરની દુકાન હોય. ત્યાર બાદ તેમણે નોંધ્યું કે પંક્ચરની દુકાનોવાળા લોકો આ પ્રકારે ખીલીઓ નાખતા હતા. જેથી લોકોને પંક્ચર પડતા હતા અને તેઓને દુકાન ધમધમતી હતી.

જોબાકુમારે આ અંગે વારંવાર તંત્રને ફરિયાદ કરી જો કે દેશનાં નિયમાનુસાર તંત્રએ આ વાત કાને ધરી નહોતી. જેથી જોબાકુમારે ઓનલાઇન ‘My Road, My Responsibility’નામનું ફેસબુક પેજ ચાલુ કર્યું હતું. ત્યાર બાદ તેઓ રોજ પોતાનાં ફાજલ સમય દરમિયાન ખીલીઓ શોધવા નિકળી જતા હતા. તેનાં વીડિયો બનાવીને તથા તસ્વીરો પેજ પર મુકતા હતા. ધીરેધીરે મહત્તમ લોકો આમાં જોડાતા ગયા અને આ એક મોટુ કેમ્પેઇન બની ગયું હતું.

You might also like