બેંગ્લોર બન્યુ દુનિયાનું પહેલું ડાયનેમિક શહેર

દાવોસઃ નવા વર્ષની ઉજવણીમાં છેડતીના કારણે ચર્ચામાં આવેલ બેંગ્લોર શહેર માટે એક સારા સમાચાર છે. દુનિયામા 30 સૌથી ડાયનેમિક શહેરની યાદીમાં બેંગ્લોર પ્રથમ સ્થાન પર છે. આ યાદીમાં ભારતના 6 શહેરોને સ્થાન પ્રાપ્ત થયું છે. ભારતના સિલિકોન વેલીના નામથી જાણીતા બેંગ્લોર શહેર ઉપરાંત હેદ્રાબાદ 5માં, પૂણે 13, ચેન્નઇ 18, દિલ્હી 23 અને મુંબઇ 25માં સ્થાને છે. ઇનવેસ્ટમેન્ટ મેનેજમેન્ટ કંપની જોસ લેંગ લસાલની ચોથી વાર્ષિક સિટી મૂમેંટમ ઇંડેક્સમાં શહેરની પસંદગી તકનીકી પરિવર્તન સ્વિકારવાની ક્ષમતા તેમ જ વધતી જનસંખ્યા માટે અવસરની ઉપલબ્ધી અને દુનિયા સાથે સારી રીતે જોડાવા માટેના આધાર પર હતી.

એટલું જ નહીં સિટી જીડીપી, પર્યાવરણ, શિક્ષા, કોર્પોરેટ કાર્યાલય, વાણિજ્ય રિયલ એસ્ટેટ સહિત 42 માપદંડોના આધારે 134 શહેરની યાદી તૈયાર કરવામાં આવી હતી. દુનિયામાં ઝડપથી બદલાઇ રહેલા શહેરોની યાદીમાં ભારત, ચીન, વિયતનામ સાથે અમેરિકાના અનેક શહેર યાદીમાં છે. મુખ્ય 30 શહેરોની યાદીમાં મોટાભાગના એશિયા પ્રશાંત વિસ્તારના છે. દુનિયાના ડાયનેમિક શહેરની યાદીમાં ભારતે ચીનને પછાડ્યું છે.

http://sambhaavnews.com/

 

You might also like