શું તમને ખબર છે શિંગોડા ખાવાથી શું ફાયદો થાય?

ઠંડીમાં મીઠા શિંગોડા દરેક લોકોને ખૂબ ભાવે છે. વ્રતમાં શિંગોડાના લોટની વાનગીઓ બનાવતાં હોય છે. ઠંડીમાં આ શાકમાંથી પુષ્કળ પ્રમાણમાં પૌષ્ટિક તત્વો મળી આવે છે. આ ખનીજ અને કાર્બોહાઇડ્રેટના ગુણોથી ભરપૂર હોય છે. આયુર્વેદમાં પણ શિંગોડાના ગુણોને ખજાનો કહેવામાં આવે છે.

અસ્થમા: અસ્થમાના રોગિઓ માટે શિંગોડા ઘણા ફાયદાકારક હોય છે. એક ચમચી શિંગોડાના લોટને ઠંડા પાણીમાં મિક્સ કરીને ખાવાથી અસ્થમાના દર્દીઓને રાહત મળે છે.

બવાસીર: જે લોકોને બવાસીરની સમસ્યા છે શિંગોડા એ લોકા માટે પણ ફાયદાકારક છે. બવાસીરની સમસ્યા થવા પર કાચા શિંગોડા નિયમિત ખાવાથી પરેશાની દૂર થશે. કાચા શિંગોડાની સિઝન ના હોય તો શિંગોડાના લોટની રોટલી પણ ખાઇ શકો છો.

ગર્ભાશય માટે: એ મહિલાઓ જેનું ગર્ભાશય નબળું હોય છે, તે નિયમિત કાચા શિંગોડા ખાય એનાથી ફાયદા થાય છે.

બળતરા: શિંગોડાને પીસીને એની પેસ્ટ શરીરમાં બળી ગયેલા ભાગ પર લગાવો. એનાથી દુખાવામાં આરામ મળે છે.

માંસપેશિઓ: જો માંસપેશિઓ નબળી છે અથવા વીકનેસ છે, તો શિંગોડા ખાવ. શિંગોડા પિત્ત અને ખફનો નાશ કરે છે.

ઇન્ફેક્શન: ગળામાં ઇન્ફેક્શન થવા પર શિંગોડાનો લોટ દૂધમાં મિક્સ કરીને પી જાવ, તરત જ રાહત મળશે. ઘેઘા શિંગોડામાં આયોડીનનું પ્રમાણ પૂરતું હોવાના કારણે આ ઘોઘા રોગમાં પણ ફાયદાકારક છે. આંખોની રોશની માટે શિંગોડામાં વિટામીન એ પ્રચુર માત્રામાં મળી આવે છે. એના સેવનથી આંખોની રોશની વધે છે.

નસકોરી: નસકોરી ફૂટવા પર શિંગોડા ખાવામાં ફાયદો થાય છે. શિંગોડા ખાવાથી હાડકાં અને દાંત મજબૂત થાય છે.

You might also like