દરરોજ કરશો આ કસરત તો ક્યારેય નહીં આવે હાર્ટ એટેક, જાણો બીજા પણ ઘણાં ફાયદા

દિવસભરમાં આપણને કદાચ ખ્યાલ નહીં હોય કે આપણે કેટલું રોજ ચાલીએ છીએ. પરંતુ આ પણ એક પ્રકારનું ટહેલવાનું જ કહેવાય. પરંતુ જો આપણે સવારની તાજી હવામાં થોડુંક ટહેલવા નીકળીશું તો તે આપણાં શરીર માટે ઘણું ફાયાદાકારક રહેશે.

તમને કદાચ ખ્યાલ જ હશે કે સવારની હવામાં ઓક્સિજન હંમેશા વધારે માત્રામાં હોય છે. આ ઓક્સિજન આપણાં શરીરનાં જુદા-જુદા અંગોનાં કાર્યપ્રણાલી માટે સૌથી અગત્યનો છે. સવાર-સવારમાં ચાલવા નીકળવું એ આપણાં મગજને પણ તણાવમુક્ત કરે છે જેનાં લીધે આપણો સંપૂર્ણ દિવસ કોઇ પણ પ્રકારનાં તણાવ વગર જ પસાર થાય છે અને આપ ખુશ રહો છો.

આ સિવાય પણ સવાર-સવારમાં ચાલવા નીકળવાંથી આપણને ઘણાં ફાયદા થતાં હોય છે. જાણો આપણને કેવાં-કેવાં ફાયદાઓ થશે….

હાર્ટ એટેકથી મુક્તિઃ
જો આપણે દરરોજ સવારમાં ચાલવા નીકળીએ તો તેનાંથી આપણને હાર્ટ એટેક થવાનું જોખમ ઓછું થઇ જાય છે. સાથે આ કસરત કોરોનરી હાર્ટ ડિસીઝનું જોખમ પણ ઓછું કરે છે.

હ્રદય અને ફેફડાંઓ થાય છે મજબૂતઃ
જો દરરોજ ચાલવામાં આવે તો આપણાં હ્રદય અને ફેફડાંની શક્તિમાં વધારો થાય છે. આ સિવાય દરરોજ કસરત કરવાની ક્ષમતામાં પણ વધારો થતો હોય છે. તેમજ શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતાને પણ વધારે છે.

બ્લડ પ્રેશર કરે છે ઓછું:
જો નિયમિત રૂપે કસરત કરવામાં આવે તો શરીરમાં લોહીનો પ્રવાહ સતત સારી રીતે વહ્યાં કરે છે. તેમજ સવારે ચાલવાની કસરત કરવાંથી આપણું હ્રદય બરાબર કામ કરે છે અને બ્લડ પ્રેશર પણ ઘણું સારૂ જળવાઇ રહે છે.

ગુડ કોલેસ્ટ્રોલ વધારે છેઃ
દરરોજ સવારે ચાલવાની કસરત કરતા શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલની માત્રા વધે છે. આ સાથે હાર્ટ એટેક થવાનું જોખમ પણ ઘટી જાય છે.

વજન ઓછું કરે છેઃ
જો સપ્તાહમાં ચાર વાર દરરોજ અંદાજે 45 મિનીટ સુધી ચાલવાંથી 8થી 10 કિલો સુધીનું વજન કોઇ પણ પ્રકારનાં ડાયેટ વગર ઓછું કરી શકાય છે.

આંખોની રોશનીમાં વધારો કરે છેઃ
જો સવાર સવારમાં ઝાંકળથી ભીનું થઇ ગયેલ ઘાસ પર જો ચાલવામાં આવે તો તમારી આંખોની રોશનીમાં વધારો થાય છે. તેમજ આ સિવાય આ પ્રકારની કસરત તમારી આંખોની અન્ય બીમારીઓને પણ દૂર કરે છે.

બુદ્ધિમાં થશે વધારોઃ
એક અભ્યાસમાં એવું કહેવામાં આવ્યું છે કે જો રોજ-રોજ સવાર સવારમાં ચાલવા જવામાં આવે તો તમારી યાદશક્તિમાં પણ વધારો થાય છે. તેમજ તમારૂ શરીર પણ બરાબર ફીટ થતું જાય છે.

You might also like