શું તમે જાણો છો ટી બેગના ફાયદા

શું તમને ખબર છે તમે ટી બેગનો ઉપયોગ ચા ઉપરાંત બીજી બધી સમસ્યાઓ માટે પણ થાય છે. ટી બેગ ઘણી સમસ્યાનો ઘરેલૂ ઉપચાર છે.

1. નિપલના દુખાવામાં આરામ
તમે બાળકને સ્તનપાન કરાવો છો તો નિપલમાં દુખાવો તો થતો જ હશે. 10 મિનીટ સુધી દર 2-3 મિનીટે ગરમ પાણીમાં બોળેલી ટી બેગને નિપલ પર લગાવો, પછી પાણીથી ધોઇ નાંખો. તેનાથી નેચરલી નિપલનો દુખાવો ઓછો થઇ જશે. કારણ કે ચા માં ટેન્સિસ હોય છે. જે એન્ટી ઇનફ્લેમેટરી તત્વ છે. આ દુખાવાથી છુટકારો મેળવીને રક્ત સંચારને સારો બનાવે છે.

2. સ્કીન પર ગ્લો લાવે
તમે ગ્રીન ટી બેગનો ઉપયોગ સ્કીન ટોનરના રૂપમાં પણ કરી શકો છો. આમાં એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટી ઇનફ્લેમેટરી નામનું તત્વ રહેલું હોય છે જે સ્કીનને હાઇડ્રેટ રાખે છે. એક કપ પાણીમાં 2 ગ્રીન ટી બેગને ઉકાળો અને તેમાં 2 ટીપાં લીંબૂનો રસ મિક્સ કરો. તે રૂની મદદથી આખા મોઢા પર લગાવો, આવું નિયમિત કરવાથી તમારી સ્કીન ગ્લો મારશે.

3. થાકેલી આંખો માટે
જો તમે નાઇટ શિફ્ટમાં કામ કરી રહ્યા છો અથવા બરોબર ઊંઘ લઇ શકતા નથી તો તમારી આંકો સૂજેલી અને થાકેલી લાગે છે. એવામાં ટી બેગની મદદ લો. આંખો પર થોડાક સમય માટે ટી બેગ મૂકો, તેનાથી આંકોનું બ્લડ સર્ક્યૂલેશન સારું થાય છે તેમજ થાક અને સોજો દૂર થઇ જાય છે. આવું ટેન્સિસ અને એન્ટિઓક્સીડેન્ટથી થાય છે.

You might also like