કેમ લોકો ગર્ભાવસ્થામાં કેસર લેવાની સલાહ આપે છે? જાણો

નવી દિલ્હી: તમે તમારાથી મોટા કે ઘરડાઓના મોઢે કહેતા સાંભળ્યું હશે ગર્ભાવસ્થા દરમિયાન કેસર લેવું મા અને તેના બાળક માટે ખૂબ ફાયદાકારક છે. કેસર દુનિયાના મોંઘા મસાલાઓમાનું એક છે. ઔષધિય ગુણોથી ભરપુર કેસરનો ઉપયોગ લોકો મોટા ભાગે સ્કીનને ગોરી અને નિખારવા માટે કરતા હોય છે. જો કે તેનો ઉપયોગ આરોગ્યની દ્રષ્ટિએ પણ ખૂબ ફાયદાકારક છે.

કેસરમાં થિયામાઇન અને રિબોફ્લેવિન નામનું તત્વ હોય છે. સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે જો ગર્ભવતી મહિલાને કેસર આપવામાં આવે તો તેનું આવનારું બાળક ગોરું આવે છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર બાળક ગોરું કે કાળું તે સંપૂર્ણપણે તેની માતા પર નિર્ભર કરે છે. કેસર લેવાથી ભલે બાળકના રંગ પર અસર જોવા ના મળતી હોય પરંતુ તેનાથી બીજા ઘણા સ્વાસ્થય લાભ થાય છે.

1. ગર્ભાવસ્થા દરમિયાન ઘણી વખત મહિલાઓની આંખમાં સોજો આવી જાય છે અને આંખો લાલ થઇ જાય છે. તેવા સમયે કેસર વાળુ દૂધ પીવું ખૂબ ફાયદાકારક હોય છે. કેસર વાળુ દૂધ પીવાથી આંખોને રાહત મળે છે.

2. ગર્ભાવસ્થા દરમિયાન પાચનક્રિયાને લગતી ઘણી સમસ્યાઓ થાય છે. કબજિયાત, ગેસ અને અપચો જેવી સમસ્યાઓ ગર્ભવસ્થામાં થવી સામાન્ય વાત છે. ત્યારે કેસર લેવાથી પાચનક્રિયા સારી બને છે અને બ્લડસરક્યુલેશન પણ સારું રહે છે.

3. કેસર શરીરને શુદ્ધિકરણ કરવાનું કામ કરે છે તેમજ શરીરમાં ઝેરી પદાર્થો દૂર કરવા માટેનું કામ કરે છે.

4. કેસર એક મોટી પેઇન કીલર જેવું કામ કરે છે. કેસરના ઉપયોગથી ગર્ભાવસ્થા દરમ્યાન થતાં દુખાવામાં મહિલાઓને શાંતિ મળે છે.

5. ગર્ભવતી મહિલાઓને જાત જાતની દવાઓ લેવાની હોય છે તેનાથી ઘણી વાર બ્લડપ્રેશર વધી જાય છે. તેવા સમયે દરરોજે કેસરના બે કે ત્રણ રેસા દૂધ સાથે લેવાથી ફાયદાકારક થાય છે.

You might also like