ડુંગળીના સ્વાસ્થય લાભો

ડુંગળી ઘણી ઉપયોગી શાકભાજી છે. તેમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. તે શરીરમાં રહેલા ઝેરી તત્વોને બહાર કાઢવાનું કામ કરે છે. તેનું શાક બનાવીને ખાવાથી તાવ, કફ અને કોલેસ્ટ્રોલ ઓછું થઇ જાય છે. જૂના જમાનામાં ઇજિપ્ત દેશના લોકો નિયમિત રીતે લસણ અને ડુંગળી ખાતા હતાં. સલ્ફરનાકારણે તેમાથી તીખી ગંધ આવે છે. શાકભાજીમાં બટાકા કરતાં પણ વધુ ખાવામા આવતું શાક ડુંગળી છે. ડુંગળી સ્વાસ્થય માટે ઘણું લાભદાયક છે. તો ચલો જાણીએ કે ડુંગળી ખાવાથી શું ફાયદા થાય છે.

જો તમને વાળ ઉતરવાની સમસ્યા છે તો ડુંગળી તમારા માટે ઘણી ફાયદાકારક છે. ઉતરતા વાળની જગ્યાએ ડુંગળીનો રસ લગાડવાથી વાળ ઉતરવાનું બંધ થઇ જાય છે. આ ઉપરાંત તેનો લેપ લગાડવાથી કાળા વાળ આવવાના શરૂ થઇ જાય છે.

ડુંગળી અને આદુનો રસ અસ્થમાંના દર્દીઓ માટે લાભદાયક હોય છે. ડુંગળી ખાવાથી લોહી પાતળું થાય છે અને લિવરની બિમારીઓ માટે સારું માનવામાં આવે છે.

ડુંગળી ખાધા પછી મોંઢામાંથી ગંધ આવે છે એ વાત સાચી છે પરંતુ ફૂદીનાના પત્તા ખાવાથી આ ગંધને દૂર કરી શકાય છે.

ડુંગળી ખાવાથઈ કેન્સર સેલને વધારતા રોકે છે. આમાં સલ્ફર તત્વ વધારે પ્રમાણમાં હોય છે. આ સલ્ફપ, પેટ, બ્રેસ્ટ, ફેફસાં પ્રોસ્ટેટ કેન્સરથી બચાવે છે.

ડુંગળી આંખો માટે સારી દવા છે. ડુંગળીમાં કેલિસનિ અને રાયબોફ્લેવિન વિટામીન બી પૂરતાં પ્રમાણમાં મળી આવે છે.

You might also like