જાણો ડુંગળીની ચા પીવાથી થતાં ફાયદા અને એને બનાવવાની રીત

તમે ઘણા પ્રકારની ચા માટે સાંભળ્યું હશે ગ્રીન ટી, બ્લેક ટી, લેવેન્ડર ટી વગેરે પરંતુ શું તમે ક્યારેય ડુંગીની ચા માટે સાંભળ્યું છે? એક સારા સ્વાદ ઉપરાંત ડુંગળીની ચા વજન ઓછું કરવા, હૃદયથી જોડાયેલી સમસ્યાઓ, પેટની સમસ્યાઓ ડાયાબિટીસ અને કોલોન કેન્સર જેવી ખતરનાક બીમારીઓને દૂર કરવામાં મદદરૂપ કરે છે. જો તમે નવી નવી ચા પીવાના શોખીન છો તો તમારે આ ચા ને જરૂરથી ટ્રાય કરવો જોઇએ. તો ચલો આજે અમે તમને જણાવીએ ડુંગળીની ચા બનાવવા અને એના ફાયદા માટે…

ડુંગળીની ચા ના ફાયદા
એક સંશોધનકર્તા અનુસાર ડુંગળીની છાલમાં ક્વેરસેટિન નામનું તત્વ હોય છે, જે લોહીમાં એન્ટીઓક્સીડેન્ટની ગતિવિધિઓને વધારે છે. એનાથી લોહી ગંઠાઇ જતું નથી અને હાઇપર ટેન્શન જેવા જોખમથી છુટકારો મળે છે.

ડુંગળીની ચા ની છાપ ગરમ હોય છે જો તમને ઠંડી લાગે છે અથવા ખાંસી છે તો ડુંગળીની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. એક અભ્યાસ અનુસાર ડુંગળીની છાલ ગ્લૂકોઝ પ્રતિક્રિયાને સારી કરીને ઇન્સૂલિન કેજિટેન્ટને વધારીને ટાઇપ 2 ડાયબિટીઝમાં રાહત અપાવવા મદદ કરે છે.

ડુંગળીની ચા લોહીમાં રેહલા રેડિકલ્સને નષ્ટ કરવામાં મદદ કરે છે. સાથે આ કોલોન કેન્સરને મટાડવા પણ મદદરૂપ થાય છે. ડુંગળીની છાલમાં ફાયબર હોવાને કારણે કોલોનને સાફ રાખવામાં ખૂબ મદદ કરે છે. એ ટોક્સિનને બહાર નિકાળીને કેન્સર સેલ્સના ઉત્પાદનને રોકે છે.

જો તમને ઊંઘ આવતી નથી, તો ડુંગળીની ચા તમારા માટે સૌથી ઉત્તમ છે. નિયમિત રીતે એને પીવાથી તમને થોડાક જ દિવસોમાં સમયથી સારી ઊંઘ આવવા લાગશે.

જે લોકા વધતા વજને અને મેદસ્વિતાથી પરેશાન છે એ લોકાએ ડુંગળીની ચા નું સેવન જરૂરથી કરવું જોઇએ. એાથી ઝડપથી વજન ઘટે છે.

ડુંગળીની ચા બનાવવાની રીત:
ડુંગળીની ચા બનાવવા માટે એક ડુંગળી લઇને એને સારી રીતે ધોઇ નાંખો. પાણીને ઉકાળો અને એમાં ડુંગળીના ટુકડા નાંખો. પાણી ઉકળી જાય તો એમાં લીંબૂનો રસ અને ગ્રીન ટી બેગ નાખો. હવે એને ચાળીને એમાં મધ મિક્સ કરી લો. તમારી સ્વાદિષ્ટ અને હેલ્ધી ડુંગળીની ચા તૈયાર છે.

visit: http://sambhaavnews.com/

You might also like