ડુંગળી ખાવાથી દૂર થાય છે પથરી

ડુંગળી ખાવાનો સ્વાદ તો વધારે જ છે તેના ઉપયોગથી સૌંદર્યની કેટલીક સમસ્યાનું સમાધાન નિકાળી શકાય છે. ડુંગળી ખાવાથી સાંધાના દુખાવો તેમજ કેટલાક જાતના ઇન્ફેક્શનથી શરીરને બચાવી શકાય છે. તેનાથી ઘણા પ્રકારની બિમારીઓ દૂર થાય છે. એટલે કહેવાય છે કે ડુંગળી ખાવાથી માણસની ઉંમર વધે છે.

1. ડુંગળીની પ્રકૃતિ ગરમ હોય છે. તમને શરદી અને ખાંસી હોય તો ડુંગળી તમારા માટે દવાનું કામ કરશે. તેને ખાવાથી તમારા શરીરમાં ગરમી મળશે અને શરદીના ઇન્ફેક્શનમાં તમારો બચાવ થશે.

2. જો તમને પથરી થઇ હોય તો ડુંગળી તમારા માટે આર્શીવાદ સમાન છે. સવારના સમયે ખાલી પેટે ડુંગળીનો રસ પીવાથી પથરીના દુખાવાથી અને સરળતાથી દૂર કરવામાં મદદરૂપ થાય છે.

3. જો તમારા ઘરમાં સાંધાનો દુખાવો હોય કોઇને તો ડુંગળીના રસની માલિશ કરવાથી તમને આરામ મળશે. ડુંગળીના રસને સરસવના તેલમાં મિક્સ કરીને માલીશ કરવાથી આરામ મળે છે.

You might also like